Get The App

CM નહીં પણ આ મહત્ત્વનું પદ પોતાની પાસે રાખી શકે છે શિંદે, કેસરકર બનશે ડેપ્યુટી CM!

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
CM નહીં પણ આ મહત્ત્વનું પદ પોતાની પાસે રાખી શકે છે શિંદે, કેસરકર બનશે ડેપ્યુટી CM! 1 - image


Maharashtra Chief Minister : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના ગઠબંધન મહાયુતિ(Mahayuti Alliance)ને પ્રચંડ જીત મળી છે. જોકે હુજ સુધી મુખ્યમંત્રી પદ કોને બનાવવા, તે માટેનું સસ્પેન્ડ યથાવત્ છે. બીજીતરફ શિવસેનાના મંત્રીએ શિંદેને નાયબ મુખ્યમંત્રીનું પદ પણ મળવાની સંભાવના દેખાતી ન હોવાનું કહ્યું છે. 

મહાયુતિના ટોચના નેતાઓના દિલ્હીમાં ધામા

મળતા અહેવાલો મુજબ મહાયુતિ ગઠબંધનના ત્રણ ટોચના નેતા BJPના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), શિવસેના(Shiv Sena)ના પ્રમુખ એકનાથ શિંદે (Eknath Shinde) અને NCPના પ્રમુખ અજિત પવાર (Ajit Pawar) આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરશે. આ પહેલા શિંદેના નજીકના સાથી સંજય શિરસાટે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી રહેલા એકનાથ શિંદેને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રીપદ મળવાનો કોઈ અણસાર દેખાતો નથી.

શિંદેને કેન્દ્રમાં ત્રણ મંત્રાલયો મળશે ?

સૂત્રોના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું પદનો દાવો છોડવા માટે કેન્દ્ર સરકારે કેન્દ્રમાં એકનાથ શિંદેની પાર્ટીને ત્રણ મહત્ત્વપૂર્ણ મંત્રાલયો આપવાની ઓફર કરી છે. એકનાથ શિંદેને ત્રણ મંત્રાલયો આપવાની તૈયારી ચાલી રહી. કેન્દ્ર સરકાર શિંદેને શહેરી વિકાસ મંત્રાલય, જાહેર બાંધકામ મંત્રાલય અને જળ સંસાધન મંત્રાલય આપી શકે છે.

આ પણ વાંચો : શું ફડણવીસના હાલ પણ નીતિન પટેલ જેવા થશે? CMનું નામ જાહેર કરવામાં વિલંબ, નવાજૂની કરશે ભાજપ

કેસરકર બનશે ડેપ્યુટી CM!

શિવસેના ધારાસભ્ય અને પ્રવક્તા શિરસાટે કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રની નવી સરકારમાં શિંદેનો કેબિનેટમાં સમાવેશ કરાશે. જોકે તેમના નાયબ મુખ્યમંત્રી બનાવવાની કોઈ સંભાવના નથી. તેથી મુખ્યમંત્રી રહી ચૂકેલા વ્યક્તિને આ શોભતું નથી. શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના નાયબ મુખ્યમંત્રીના પદ માટે કોઈ અન્ય વ્યક્તિની પસંદગી કરશે.’ મીડિયા અહેવાલો મુજબ દીપક કેસરકર (Deepak Kesarkar) અથવા ગુલાબરાવ પાટિલને આ પદ મળી શકે છે.

દીપક કેસરકર કોણ છે ?

મહારાષ્ટ્રના સાવંતવાડીમાં 18 જુલાઈ-1955ના રોજ દીપક વસંત કેસરકરનો જન્મ થયો હતો. તેમણે સાવંતવાડી કૉલેજમાં આર્ટ્સ અને લૉનો અભ્યાસ કર્યો છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે શિવસેનાથી રાજકીય યાત્રા શરુ કરી છે. તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ ધરાવે છે. તેઓ વર્ષ 2009માં સાવંતવાડી વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં મહત્ત્વના પદ પર પણ રહી ચૂક્યા છે. તેમણે મહારાષ્ટ્રની સરકારમાં વર્ષ 2014થી 2019 સુધી ગૃહરાજ્ય મંત્રી (ગ્રામીણ) રહ્યા હતા.

આ પણ વાંચો : મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીના નામ નક્કી! મોટા મંત્રાલયોને લઈને મથામણ, જાણો સંભવિત ફોર્મ્યુલા

ભાજપ હાઇકમાન્ડનો નિર્ણય મંજૂર : શિંદે

મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે મહાયુતિની જીત બાદ બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, ‘મને મુખ્યમંત્રી પદની લાલચ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જે નિર્ણય કરશે, તે મને મંજૂર છે. આ સામાન્ય જનતાની સરકાર છે. હું પોતાને મુખ્યમંત્રી સમજતો નથી. મેં અઢી વર્ષ સુધી કાર્યકર્તા તરીકે કામ કર્યું છે.’


Google NewsGoogle News