CMના બદલામાં એકનાથ શિંદેએ એવું પદ માગ્યું કે તમામ સહયોગી પક્ષો વિચારમાં પડી ગયા: સૂત્રો
Maharashtra CM: ચૂંટણીના પરિણામનું અઠવાડિયું વીતી ગયું તેમ છતાં હજુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામ પર મંત્રણા જ થઈ રહી છે. આ દરમિયાન માહિતી મળી રહી છે કે, શિવસેના પ્રમુખે રાજ્યના ગૃહ મંત્રાલયની માગ કરી છે. જોકે, અત્યાર સુધી શિવસેના અથવા મહાયુતિ તરફથી સત્તાવાર રીતે આ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, બુધવારે રાજ્યના મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી શકે છે. નોંધનીય છે કે, મહાયુતિએ રાજ્યની 288માંથી 230 બેઠકો પર જીત હાંસલ કરી હતી.
શિંદેએ કરી માગ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શિંદેએ મુખ્યમંત્રી ન બનાવવાની સ્થિતિમાં ગૃહ મંત્રાયલની માગ મૂકી હતી. ગઈકાલે રાત્રે દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં માગ આ માગ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીની રેસમાં કોણ છે આગળ?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની રેસમાં હાલ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ કહેવામાં આવી રહ્યું છે. જોકે ભાજપ દ્વારા ફડણવીસના નામ પર મહોર લગાવવામાં આવી શકે છે.
શું કેન્દ્રમાં જશે એકનાથ શિંદે?
ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઈ(એ)ના નેતા રામદાસ આઠવલેએ મંગળવારે સલાહ આપી હતી કે, શિંદેને કેન્દ્રીય મંત્રીના રૂપે કેન્દ્રમાં લાવવા જોઈએ. મુખ્યમંત્રી પદ માટે ફડણવીસનું સમર્થન કરતાં આઠવલેએ કહ્યું કે, શિંદે નાયબ મુખ્યમંત્રી બની શકે છે અથવા કેન્દ્રમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકારમાં સામેલ થઈ શકે છે.
આ પણ વાંચોઃ ભાજપનો ગેમ પ્લાન : મંત્રીમંડળ, ખાતા ફાળવણી બાદ જ સરકાર રચશે, શિંદે પર દબાણની સ્ટ્રેટજી
શ્રીકાંત શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા
મળતી માહિતી મુજબ, મહાયુતિમાં એકનાથ શિંદેના દીકરા અને કલ્યાણ બેઠક પરથી સાંસદ શ્રીકાંતને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ વિશે પણ સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું.