Get The App

અમારા મતદારોને થયું કે 400 તો આવશે જ, એટલે ફરવા જતા રહ્યા, NDAના ફિયાસ્કા મુદ્દે આ CMનું વિચિત્ર નિવેદન

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
cm eknath shinde


Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લોકસભા ચૂંટણી 2024ને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,'અમારા મતદારોએ થયું કે, અમે 400થી વધુ બેઠકો આરામથી જીતીશું, તેથી તેઓ ફરવા જતા રહ્યા હતા. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકમાંથી ભાજપની આગેવાની હેઠળની એનડીએને માત્ર 17 બેઠકો જીતી શકી હતી, જ્યારે કોંગ્રેસ, એનસીપી (શરદ પવાર) અને શિવસેના (ઉદ્ધવ જૂથ)નો સમાવેશ કરતી MVAને 30 બેઠકો મળી છે.

વિપક્ષે અમારા અતિવિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો: એકનાથ શિંદે

મુંબઈમાં એનડીએ ગઠબંધનની સંયુક્ત રેલીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, 'અમારા કેટલાક મતદારો મતદાન દરમિયાન ફરવા જતા રહ્યા હતા અને તે માનતા હતા કે લોકસભા ચૂંટણીમાં NDA સરળતાથી 400થી વધુ બેઠકો જીતી જશે. આ હાર આપણને કહે છે કે ભવિષ્યમાં વધુ વ્યૂહાત્મક અભિગમ અપનાવવાની જરૂર પડશે. લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે અમારા અતિવિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો.'

આ પણ વાંચો:  ભાજપને વધુ એક રાજ્યમાં હરાવવા કોંગ્રેસનો પ્લાન, આ યોજના દ્વારા મોટા વર્ગને તરફેણમાં કરશે


મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે વિપક્ષી મતદારોએ તેમના મતદાનનો ઉપયોગ કર્યો અને લગભગ 80 ટકા મત મેળવ્યા. તેમણે કહ્યું કે, 'જો અમારા મતદારો મતદાન કેન્દ્ર પર આવ્યા હોત તો અમે સરળતાથી 40 બેઠક જીતી શક્યા હોત. લોકસભાની ચૂંટણીમાં મોટા ઝટકોના સામનો કર્યા પછી અમે આરામ કરી શકીએ તેમ નથી.' 

નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી એકનાથ શિંદેના દાવાને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'NDA ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ખોટા નિવેદન પર યોગ્ય ધ્યાન આપ્યું ન હતું અને તેનો સામનો કરવાનો પ્રયાસ કર્યો ન હતો. MVAને NDA કરતા માત્ર થોડા લાખ વધુ મત મળ્યા, પરંતુ તેણે લગભગ 30 બેઠકો જીતી. તે દરરોજ મીડિયા સામે ખોટું બોલતો હતો. અને અમે વિચાર્યું કે અમારા મતદારો પર તેની કોઈ અસર નહીં થાય. પરંતુ તેની ખરેખર અસર પડી. અને અમે તેનો અસરકારક રીતે સામનો કરી શક્યા નથી.'

અમારા મતદારોને થયું કે 400 તો આવશે જ, એટલે ફરવા જતા રહ્યા, NDAના ફિયાસ્કા મુદ્દે આ CMનું વિચિત્ર નિવેદન 2 - image


Google NewsGoogle News