શિંદેને મુખ્યમંત્રી બનવું છે? શિવસેનાએ અજિત પવાર જૂથનો સંપર્ક કર્યો, એક કલાક ચાલી ચર્ચા
Maharashtra CM News: શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ છોડવા નથી માંગતા. સૂત્રોના અનુસાર, એકનાથ શિંદે જૂથે અજિત પવાર જૂથનો સંપર્ક કરીને મુખ્યમંત્રી પદ માટે સમર્થન માગ્યું છે. સોમવારે (25 નવેમ્બર) શિંદે જૂથ અને અજિત પવાર જૂથ વચ્ચે અંદાજિત એક કલાક સુધી ચર્ચા ચાલી.
સૂત્રોના અનુસાર, અજિત પવાર જૂથે આના પર કોઈ નિર્ણય નથી લીધો, કારણ કે અજિત પવાર જૂથ ભાજપના મુખઅયમંત્રીને લઈને પહેલાથી જ સમર્થન દર્શાવી ચૂક્યું છે. આગામી 48 કલાકમાં મુખ્યમંત્રી ચહેરાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો : ભાજપ શિંદેને ફરી મુખ્યમંત્રી નહીં બનવા દે: મહાયુતિમાં ખેંચતાણ વચ્ચે MVAના દિગ્ગજનો ટોણો
જોકે, એકનાથ શિંદેએ મંગળવારે (26 નવેમ્બર) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. જ્યારે તેઓ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું આપવા માટે બંને નાયબ મુખ્યમંત્રીની સાથે હાજર રહ્યા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને એકનાથ શિંદને આગામી સરકારના શપથ ગ્રહણ સુધી કાર્યવાહક મુખ્યમંત્રી બન્યા રહેવા કહ્યું છે.
શિંદે જૂથ થયું એક્ટિવ
આ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને રાજકારણ ગરમાયું છે. શિંદે જૂથના સાંસદ તેમને મુખ્યમંત્રી બનાવવાની ફિલ્ડિંગમાં લાગી ગયા છે. શિવસેના શિંદે જૂથના સાંસદોએ વડાપ્રધાન મોદીને મળવાનો સમય માગ્યો છે.