Get The App

CM પદ ગુમાવ્યા બાદ એકનાથ શિંદે સામે મોટું સંકટ, પાર્ટીના ધારાસભ્યોની માગ બની માથાનો દુઃખાવો!

Updated: Dec 5th, 2024


Google News
Google News
CM પદ ગુમાવ્યા બાદ એકનાથ શિંદે સામે મોટું સંકટ, પાર્ટીના ધારાસભ્યોની માગ બની માથાનો દુઃખાવો! 1 - image


Eknath Shinde Shiv Sena: મહારાષ્ટ્રમાં ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપશે. શિવસેના નેતા એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમની જવાબદારી સંભાળવા તૈયાર છે. જો કે તેઓ ગૃહ મંત્રાલયની હજુ હઠ પકડીને બેઠા હોય તેવા સ્પષ્ટ સંકેત છે. જોકે હવે તેમની જ પાર્ટીના નેતાઓ પણ તેમના માટે માથાનો દુઃખાવો બની ગયા છે, જાણો કેમ? 

એકનાથ શિંદે સામે કયું સંકટ? 

એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ આ સરકારમાં વધુમાં વધુ મંત્રી પદ અને મોટા વિભાગો પોતાની પાસે રાખવા માટે ભાજપ પર દબાણ બનાવી રહ્યા છે. શિવસેના ઇચ્છે છે કે તેના એક ડઝનથી વધુ ધારાસભ્યો મંત્રી બને. જેથી કરીને તમામ ધારાસભ્યોને ખુશ રાખી શકાય. શિવસેના કેમ્પના અન્ય ધારાસભ્ય ખુશ છે કારણ કે તેમની પાર્ટી સતત બીજી વખત સરકારનો ભાગ બનવા જઈ રહી છે. બીજી બાજુ, કેટલાક ધારાસભ્યોનું માનવું છે કે જો એકનાથ શિંદે વધુ થોડા દિવસો સુધી સીએમ રહ્યા હોત, તો તેનાથી પાર્ટીનું મનોબળ વધ્યું હોત અને સ્થાનિક એકમોની ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હોત. 

કેબિનેટમાં કોને સ્થાન મળશે?

જો કે શિવસેનાના સૂત્રોનું માનીએ તો આ વખતે તમામ નવા ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. કેટલાક ચહેરા એવા છે જેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. આવી સ્થિતિમાં તેમને લઈને બહુ મુશ્કેલી નથી, પરંતુ એવા ધારાસભ્યો કે જેઓ સિનિયર છે અને ક્યારેય કેબિનેટનો ભાગ નથી રહ્યા, તેઓ આ વખતે મંત્રી પદ માટે લોબિંગ કરી રહ્યા છે. કેટલાક એમએલસી એવા પણ છે જેઓ સતત એમએલસી બન્યા પછી પોતાને કેબિનેટમાં સામેલ કરવા ઇચ્છે છે.

ધારાસભ્યોને હોદ્દો આપવો એ મોટો પડકાર 

શિવસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2022માં જ્યારે મહાયુતિની સરકાર બની ત્યારે શિવસેના પાસે 40 ધારાસભ્યો હતા, હવે વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના પાસે 57 ધારાસભ્યો છે. જે વરિષ્ઠ ધારાસભ્યો મંત્રી નહીં બને તેમને રાજ્ય સંચાલિત કૉર્પોરેશનોમાં સ્થાન આપવું પડશે. આવા ધારાસભ્યોમાં સંજય શિરસાટ અને ભરત ગોગાવલેનો પણ સમાવેશ થાય છે.

CM પદ ગુમાવ્યા બાદ એકનાથ શિંદે સામે મોટું સંકટ, પાર્ટીના ધારાસભ્યોની માગ બની માથાનો દુઃખાવો! 2 - image



 

Tags :
maharashtra-cmdevendra-fadnaviseknath-shindeshiv-senaBJP

Google News
Google News