Get The App

લાલુ પર ભડક્યા મહારાષ્ટ્રના CM ફડણવીસ, ‘નીતિશની પલટી’ની ચર્ચાઓ પર આપ્યો જવાબ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
લાલુ પર ભડક્યા મહારાષ્ટ્રના CM ફડણવીસ, ‘નીતિશની પલટી’ની ચર્ચાઓ પર આપ્યો જવાબ 1 - image


Maharashtra-Bihar Politics News : બિહારના મુખ્યમંત્રી ‘નીતિશ કુમારની પલટી’ની ચર્ચાઓ થતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે. નીતિશને ઓફર મુદ્દે ફડણવીસે લાલુ યાદવ પર કટાક્ષ કર્યો છે. નીતિશ કુમારની પલટી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ફડણવીસે કહ્યું કે, ‘આવી વાતોમાં કોઈ દમ નથી. આવી વાતો મુંગેરી લાલના હસીન સપનાં જ રહેશે. NDAના તમામ સાથી પક્ષો એક છે. વિપક્ષો એનડીએમાં તિરાડ પાડવાના પ્રયાસો કરી રહ્યા છે, જોકે તેઓ ક્યારેય સફળ નહીં થાય.’

લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું હતું ?

આ પહેલા લાલુ યાદવે (Lalu Prasad Yadav) કહ્યું હતું કે, ‘નીતિશ માટે અમારા દરવાજા ખુલ્લા છે, નીતિશે પણ ખોલીને રાખવા જોઈએ. જો તેઓ અમારી સાથે આવે છે, તો અમે કેમ ન લઈએ? અમે તેમને સાથે લઈશું. નીતિશ અમારી સાથે આવે અને અમારી સાથે કામ કરે. નીતિશ કુમાર ભાગી જાય છે, જોકે અમે માફ કરી દઈશું.’ આ પહેલા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, નીતિશ કુમાર માટે દરવાજા બંધ છે, જોકે આરજેડીમાં લાલુ યાદવનો નિર્ણય જ સર્વોપરી માનવામાં આવે છે.’

લાલુના નિવેદન મુદ્દે તેજસ્વીએ કરી સ્પષ્ટતા

રાજભવનમાં નીતિશ-તેજસ્વી વચ્ચે મુલાકાત થઈ તે પહેલા પૂર્વ સીએમએ એક નિવેદન આપ્યું અને હવે તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં લાલુ પ્રસાદ દ્વારા નીતિશ કુમારને ઓફર આપવા મુદ્દે તેજસ્વી યાદવે કહ્યું કે, ‘લાલુજીએ મીડિયાને શાંત પાડવા માટે આ નિવેદન આપ્યું હતું. તમે લોકો રોજ પૂછતા રહો છો, તેથી અમે પણ શું બોલીએ.’

આ પણ વાંચો : નીતિશ કુમારને લાલુ યાદવની ઑફરથી બિહારમાં હલચલ તેજ, કોંગ્રેસે પણ કર્યા વખાણ

કોંગ્રેસે નીતિશ કુમારના કર્યા વખાણ

લાલુ-નીતિશ વચ્ચે ઓફરની ગેમ બાદ કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહમદ ખાને રાજ્યના મુખ્યમંત્રીના વખાણ કરીને કહ્યું કે, ‘જે લોકો ગાંધીવાદી છે, તેઓ અમારી સાથે આવશે. નીતિશ કુમાર ગાંધીવાદી છે, તેઓ ગાંધીજીના સિદ્ધાંતો પર ચાલે છે.’

આ પણ વાંચો : બિહારમાં અટકળો વચ્ચે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં ભેટ, અભિવાદન ઝીલ્યું

અમે નહીં, તો લોકો મૂંઝવણમાં છે : JUDના મંત્રી

JDU અને RJD નેતાઓએ રાજકારણને ગરમાવ્યા બાદ નીતિશ સરકારના મંત્રી વિજય કુમારે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘આરજેડીના એક નેતા કહે છે કે, દરવાજો બંધ છે, જ્યારે બીજા નેતા કહે છે કે, દરવાજા ખુલ્લા છે. આનો અર્થ એ છે કે, અમે લોકો નહીં, પણ તેઓ મૂંઝવણમાં છે.’

આ પણ વાંચો : આ વખતે નીતિશ કુમાર માટે પલટી મારવી અઘરી, જૂનો હિસાબ પણ બરાબર કરવા ભાજપની તૈયારી


Google NewsGoogle News