Get The App

શિંદેને ફરી ઝટકો આપવાની તૈયારીમાં ભાજપ! CMની ખુરશી તો ગઈ હવે આ 'પાવર' પણ નહીં મળે

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
શિંદેને ફરી ઝટકો આપવાની તૈયારીમાં ભાજપ! CMની ખુરશી તો ગઈ હવે આ 'પાવર' પણ નહીં મળે 1 - image


Maharashtra Cabinet Ministers: મહારાષ્ટ્રને લાંબી અટકળો અને વિવાદ બાદ મુખ્યમંત્રી મળી ગયાં છે. પરંતુ, મંત્રાલયને લઈને હજુ સંમતિ બની શકી નથી. મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટીએ શિવસેનાને ગૃહ મંત્રાલય આપવાથી સ્પષ્ટરૂપે ઈનકાર કરી દીધો છે. ગુરૂવારે થયેલાં સમારોહ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. વળી, એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ચીફ અજિત પવારે પણ નાયબ મુખ્યમંત્રીના શપથ લીધા છે. 

ભાજપ નહીં આપે ગૃહ વિભાગ?

ભાજપના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપે ગઠબંધન સાથે શિવસેનાને સ્પષ્ટ કરી દીધું છે કે, તે ગૃહમંત્રાયલ નહીં આપી શકે. ભાજપે શિંદેને મહેસૂલ, શહેરી વિકાસ અને લોક નિર્માણ વિભાગોમાંથી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં અવ્યો છે. સાથે જ અજિત પવારને નાણાં અને યોજના આપવાની વાત કહેવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેનો છેલ્લો 'ગઢ' જીતવા ભાજપની ખાસ વ્યૂહનીતિ? રાજ ઠાકરે પર સૌ કોઇની નજર

ક્યારે થશે કેબિનેટનો વિસ્તાર?

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, 16 ડિસેમ્બરે નાગપુરમાં શરૂ થઈ રહેલા શિયાળું સત્ર પહેલાં કેબિનેટનો વિસ્તાર થશે. જોકે, ભાજપના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, કેબિનેટનો વિસ્તાર વિશેષ સત્ર દરમિયાન 7 થી 9 ડિસેમ્બરની વચ્ચે થઈ શકે છે. 

મહારાષ્ટ્રમાંથી એવી પણ વાત સામે આવી રહી છે કે, મહાયુતિમાં શિવસેના તરફથી ગૃહ મંત્રાલયનું દબાણ કરવામાં આવી રહ્યું હતું. વળી, 288માંથી 132 બેઠક પોતાના નામે કરનારી ભાજપ ગૃહ મંત્રાલય પણ પોતાની પાસે રાખવા પર ભાર મૂકી પહી છે. ફડણવીસે હાલમાં જ કહ્યું કે, કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર છે. દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય ભાજપ પાસે છે. એવામાં તે જ પાર્ટીને ગૃહ મંત્રાલય મળવાથી આપસી સહયોગ સરળ થઈ જશે.

આ પણ વાંચોઃ ફરી જીદ પકડીને બેઠા એકનાથ શિંદે? સરકાર બન્યા બાદ પણ ભાજપ માટે કપરાં ચઢાણ

કોને કેટલાં વિભાગ મળશે?

મળતી માહિતી મુજબ, ભાજપ પાસે 18 થી 20 મંત્રી હશે. શિવસેના પાસે 12 થી 14 મંત્રી હશે અને એનસીપીને 9 થી 11 મંત્રી મળશે. સંભાવના છે કે, મહાયુતિ સરકારમાં 30 થી 35 મંત્રી હશે. રાજ્યમાં મુખ્યમંત્રી સહિત કુલ 43 મંત્રી રહી શકે છે. આ સિવાય ભાજપ ઉર્જા, જળ સંસાધન, આદિવાસી કલ્યાણ, આવાસ, ગ્રામીણ વિકાસ, ઓબીસી કલ્યાણ અને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષાને પોતાની પાસે જ રાખાવાના મૂડમાં છે. 

નોંધનીય છે કે, ગત સરકારમાં ભાજપ પાસે મહેસૂલ અને લોક નિર્માણ વિભાગ હતાં. હવે જો શિવસેના શહેરી વિકાસ સંભાળે છે, તો મહેસૂલ અથવા લોક નિર્માણ ભાજપને મળશે. વળી, શિવસેનાને ઉદ્યોગ, સ્કૂલ શિક્ષા, સ્વાસ્થ્ય, પાણી પૂરવઠો, અલ્પસંખ્યક વિકાસ અને વક્ફ બોર્ડ વિકાસ, મરાઠી ભાષા સહિત અમુક વિભાગોમાં પ્રાથમિકતા મળી શકે છે. 


Google NewsGoogle News