મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનો કોયડો ઉકેલાયો! ભાજપ સહિત શિંદે-અજિત જૂથના નેતાઓને પણ કોલ આવ્યા
Maharashtra Cabinet Expansion: આખરે આ ચૂંટણીઓ પછી, મહારાષ્ટ્રના રાજકારણનું વધુ એક મોટું સસ્પેન્સ આજે સમાપ્ત થવા જઈ રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસની મહાયુતિ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ નાગપુરમાં સાંજે 4 વાગ્યે થશે. લાંબા સમયથી પેન્ડિંગ મંત્રીમંડળ વિસ્તરણને લઈને અટકળોનો સમયગાળો હવે પૂરો થઈ ગયો છે.
કુલ 35 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે
મળતી માહિતી મુજબ ભાજપના 20, શિવસેનાના 13 અને એનસીપીના ગઠબંધનમાંથી 10 એમ કુલ 35 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન નાગપુરના રાજભવનમાં ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે તૈયાર છે. તેમજ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સાથે, યાદી પર એક નજર કરીએ.
ભાજપના ક્વોટામાંથી 20 ધારાસભ્યો મંત્રી બનશે
ભાજપના પંકજા મુંડે, નિતેશ રાણે, ગિરીશ મહાજન, શિવેન્દ્ર રાજે, દેવેન્દ્ર ભુયાર, મેઘના બોર્ડીકર, જયકુમાર રાવલ, મંગલ પ્રભાત લોઢા જેવા મંત્રીઓને શપથ માટે બોલાવવામાં આવ્યા છે. જ્યારે ગુલાબરાવ પાટીલ, શિવસેના તરફથી શંભુરાજે દેસાઈ, છગન ભુજબળ, NCP તરફથી અદિતિ તટકરે જેવા દિગ્ગજ નેતાઓના નામ ફાઈનલ માનવામાં આવી રહ્યા છે. અજિત પવારની NCPમાંથી અદિતિ તટકરે, બાબાસાહેબ પાટીલ, દત્તમામા ભરણે, હસન મુશ્રીફ, નરહરિ ઝિરવાન મંત્રી બની શકે છે.
આ પણ વાંચો: 'વન નેશન વન ઈલેક્શન' બિલ અંગે સરકારનો અચાનક મોટો નિર્ણય, લોકસભામાં સોમવારે રજૂ નહીં કરે
કોને કયો વિભાગ મળશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના બંને સાથી પક્ષોને અગાઉની મહાયુતિ સરકારમાં જે પોર્ટફોલિયો હતો તે જ પોર્ટફોલિયો મળી શકે છે, જોકે શિવસેનાને વધારાનું મંત્રાલય આપવામાં આવી શકે છે. મહાગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) છે. સૂત્રોએ જણાવ્યું ભાજપ તેમની પાર્ટીને બીજું મહત્ત્વનું મંત્રાલય આપી શકે છે. પવારને નાણા મંત્રાલય મળે તેવી શક્યતા છે.
એકનાથ શિંદે ટીમમાં આ લોકોને કરવામાં આવશે સામેલ
નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ટીમમાં ઉદય સામંત (કોંકણ), શંભુરાજે દેસાઈ (પશ્ચિમ મહારાષ્ટ્ર), ગુલાબરાવ પાટીલ (ઉત્તર મહારાષ્ટ્ર), દાદા ભુસે (ઉત્તર મહારાષ્ટ્ર), સંજય રાઠોડ (વિદર્ભ)ને ફરી જવાબદારી સોંપવામાં આવશે. તેમજ ટીમ શિંદેમાં આ નામ નવા છે- સંજય શિરસાટ (મરાઠવાડા), ભરતશેઠ ગોગાવલે (રાયગઢ), પ્રકાશ અબિટકર (પશ્ચિમ મહારાષ્ટ્ર), યોગેશ કદમ (કોંકણ), આશિષ જયસ્વાલ (વિદર્ભ), પ્રતાપ સરનાઈક (થાણે).