Get The App

ફડણવીસ સરકારના મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ, 39 MLAએ લીધા શપથ, જાણો કયા પક્ષના કેટલા મંત્રી

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
ફડણવીસ સરકારના મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ, 39 MLAએ લીધા શપથ, જાણો કયા પક્ષના કેટલા મંત્રી 1 - image


Maharashtra Cabinet Expansion: મહારાષ્ટ્રમાં આજે (15 ડિસેમ્બર, 2024) દેવેન્દ્ર ફડણવીસ સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. નાગપુરના રાજભવનમાં શપથગ્રહણ સમારોહ આયોજિત કરાયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ સમારોહ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

બે દિવસમાં મંત્રીઓને વિભાગોની કરાશે વહેંચણી: મુખ્યમંત્રી

ત્યારે, આ શપથ ગ્રહણ બાદ મહાયુતિના ત્રણ પ્રમુખ નેતા (મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી)એ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આગામી બે દિવસમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી કરી દેવાશે.

મંત્રીમંડળનું વિસ્તરણ

કયા પક્ષના કેટલા ધારાસભ્ય બન્યા મંત્રી?

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણનો કાર્યક્રમ નાગપુરમાં યોજાયો હતો. જેમાં ભાજપના ખાતામાં 19 ધારાસભ્ય મંત્રી બન્યા. આ સિવાય શિવસેનાના કોટાથી 11, જ્યારે એનસીપીના કોટાથી 9 ધારાસભ્યોએ શપથ લીધા છે. આમ કુલ 39 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે.

ભાજપના 19 મંત્રી

  1. ચંદ્રશેખર બાવનકુલે (ભાજપ)
  2. પંકજા મુંડે (ભાજપ)
  3. મંગલ પ્રભાત લોઢા (ભાજપ)
  4. ગણેશ નાઈક (ભાજપ)
  5. ગિરીશ મહાજન (ભાજપ)
  6. જય કુમાર રાવલ (ભાજપ)
  7. અતુલ સાવે (ભાજપ)
  8. અશોક ઉઇકે (ભાજપ)
  9. આશિષ શેલાર (ભાજપ)
  10. ચંદ્રકાંત પાટીલ (ભાજપ)
  11. શિવેન્દ્ર રાજે ભોસલે (ભાજપ)
  12. જય કુમાર ગોર (ભાજપ)
  13. સંજય સાવકરે (ભાજપ)
  14. નિતેશ રાણે (ભાજપ)
  15. માધુરી મિસાલ (ભાજપ)
  16. રાધાકૃષ્ણ વિખે (ભાજપ)
  17. પંકજ ભોયર (ભાજપ)
  18. મેઘના બોર્ડિકર (ભાજપ)
  19. આકાશ પુંડકર (ભાજપ)

શિવસેનાના 11 મંત્રી

  1. દાદા દગડુ ભુસે (શિવસેના-શિંદે)
  2. સંજય રાઠોડ (શિવસેના-શિંદે)
  3. ગુલાબરાવ પાટીલ (શિવસેના-શિંદે)
  4. ઉદય સામંત (શિવસેના-શિંદે)
  5. સંજય શિરસાટ (શિવસેના-શિંદે)
  6. પ્રતાપ સરનાઈક (શિવસેના-શિંદે)
  7. ભરત ગોગાવલે (શિવસેના-શિંદે)
  8. શંભુરાજ દેસાઈ (શિવસેના-શિંદે)
  9. આશિષ જાયસ્વાલ (શિવસેના-શિંદે)
  10. યોગેશ કદમ (શિવસેના-શિંદે)
  11. પ્રકાશ આબિટકર (શિવસેના-શિંદે)

એનસીપીના 9 મંત્રી

  1. ધનંજય મુંડે (એનસીપી-અજિત)
  2. હસન મુશ્રિફ (એનસીપી-અજિત)
  3. દત્તાત્રેય ભરણે (એનસીપી-અજિત)
  4. માણિક રાવ કોકાટે (એનસીપી-અજિત)
  5. નરહરિ ઝિરવાલ (એનસીપી-અજિત)
  6. અદિતિ તટકરે (એનસીપી-અજિત)
  7. મકરંદ જાધવ પાટીલ (એનસીપી-અજિત)
  8. ઇન્દ્રનીલ નાઇક (એનસીપી-અજિત)
  9. બાલા સાહેબ પાટિલ (એનસીપી-અજિત)

● ભરત ગોગાવલેએ મંત્રી તરીકે શપથ લીધા

ભરત ગોગાવલેએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ રાયગઢ જિલ્લાના મહાડથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ શિવસેનાના નેતા છે. ભરત મરાઠા કુણબી સમુદાયમાંથી આવે છે.

● પ્રતાપ સરનાઈકે મંત્રી પદના શપથ લીધા

પ્રતાપ સરનાઈકે મંત્રી પદના શપથ લીધા. તેઓ મરાઠા સમુદાયના મોટા નેતા છે, તેઓ શિવસેનાના નેતા છે. 2009થી સતત ચૂંટણી જીતી રહ્યા છે.

● સંજય શિરસાટ મંત્રી પદના શપથ લીધા

સંજય શિરસાટે મંત્રી પદના શપથ લીધા, તેઓ શિવસેના કેમ્પના નેતા છે. તેઓ ઔરંગાબાદ પશ્ચિમથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે ચૂંટણીમાં ઉદ્ધવ જૂથના રાજુ શિંદેને હરાવ્યા હતા. શિરસાટ મરાઠવાડાના છે.

● સંજય સાવકરેએ મંત્રી તરીકે શપથ લીધા

સંજય સાવકરેએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ 2009 થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. સાવકરે ભાજપના નેતા છે. તેઓ સતત ચોથી વખત ભુસાવલથી ચૂંટણી જીત્યા છે.

● નરહરિ ઝિરવાલે મંત્રી તરીકે શપથ લીધા

નરહરિ ઝિરવાલે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ વરિષ્ઠ આદિવાસી નેતા છે. ઝિરવાલ ડેપ્યુટી સ્પીકર બન્યા છે. ડીંડોરી સીટથી ધારાસભ્ય છે.

● જયકુમાર ગોરે મંત્રી તરીકે શપથ લીધા

જયકુમાર ગોરે મંત્રી તરીકે શપથ લીધા. સતારા જિલ્લાની માન બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા છે.

● માણિકરાવ કોકાટેએ મંત્રી પદના શપથ લીધા

માણિકરાવ કોકાટેએ મંત્રી પદના શપથ લીધા, તેમને NCP ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ મરાઠા સમુદાયના મોટા નેતા છે. તેઓ નાસિકની સિન્નર બેઠક પરથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

● શિવેન્દ્ર રાજે ભોસલેએ મંત્રી તરીકે શપથ લીધા

શિવેન્દ્ર રાજે ભોસલેએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. તેઓ 2019ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. શિવેન્દ્ર સતારા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

● અદિતિ તટકરેએ મંત્રી પદના શપથ લીધા

અદિતિ તટકરેએ મંત્રી પદના શપથ લીધા, તે અજિત પવાર કેમ્પના નેતા છે. અદિતિ આ પહેલા પણ મંત્રી રહી ચૂકી છે, તે શ્રીવર્ધન સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચુકી છે, અદિતિ દિગ્ગજ નેતા સુનીલ તટકરેની પુત્રી છે, આ સાથે તેણે ઉદ્યોગ મંત્રાલય પણ સંભાળ્યું છે.

● આશિષ શેલારે મંત્રી પદના શપથ લીધા

મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય આશિષ શેલારે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

● પંકજા મુંડેએ મંત્રી પદના શપથ લીધા

મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેને પણ દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે મંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા પણ મુંડે મંત્રી રહી ચૂક્યા છે.

● જયકુમાર રાવલે મંત્રી પદના શપથ લીધા

જયકુમાર રાવલે પણ મંત્રી પદના શપથ લીધા છે. તેમને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

● ઉદય સામંતે શપથ લીધા

શિવસેનાના નેતા ઉદય સામંતે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. સામંતને એકનાથ શિંદેની નજીક માનવામાં આવે છે.

● ભાજપના મંગલ પ્રભાત લોઢાએ પણ શપથ લીધા

પૂર્વ મંત્રી અને સાત વખત ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ પણ મંત્રી પદના શપથ લીધા છે. મંગલ પ્રભાત લોઢાની ગણતરી ભાજપના મોટા નેતાઓમાં થાય છે.

● ધનંજય મુંડેએ શપથ લીધા

NCP અજીત જૂથના મોટા નેતા ધનંજય મુંડેએ પણ મંત્રી પદના શપથ લીધા છે.

● દાદા ભૂસે પણ મંત્રી બન્યા

શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા દાદા ભુસેએ પણ મંત્રી પદના શપથ લીધા છે. માલેગાંવ બાહરીથી પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયા. ભુસે અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.

● ગણેશ નાઈકે મંત્રી તરીકે શપથ લીધા

ભાજપના નેતા ગણેશ નાઈકને મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન મળ્યું છે. થાણેના ઐરોલીથી છ વખત ધારાસભ્ય ચૂંટાયા છે.

● ગુલાબરાવ પાટીલે મંત્રી પદના શપથ લીધા

શિવસેનાના વરિષ્ઠ નેતા ગુલાબરાવ પાટીલને પણ દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ શિવસેના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. પાટીલ જલગાંવ ગ્રામીણના ધારાસભ્ય છે.

 ગિરીશ મહાજને પણ મંત્રી પદના શપથ લીધા

ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગિરીશ મહાજને પણ મંત્રી પદના શપથ લીધા છે. મહાજન જલગાંવના જામનેરથી ધારાસભ્ય બન્યા છે.

● ચંદ્રકાંત પાટીલે મંત્રી તરીકે શપથ લીધા

મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ચંદ્રકાંત પાટીલે પણ મંત્રી પદના શપથ લીધા છે. પાટીલ પુણેના કોથરુડથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાટીલ ભાજપના વરિષ્ઠ નેતા છે. આ સાથે શિંદે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

● હસન મુશ્રિફે મંત્રી પદના લીધા શપથ

NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા હસન મુશ્રિફે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. મુશ્રિફ કોલ્હાપુરના કાગલથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

● ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે શપથ લીધા

ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે મંત્રી પદના શપથ લીધા. પાટીલ અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.

● મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ મંત્રી પદના શપથ લીધા

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે.


Google NewsGoogle News