મહારાષ્ટ્ર જતા લોકો માટે જરૂરી સમાચાર, FASTagને લઈને કેબિનેટનો મોટો નિર્ણય
FASTag Mandatory In Maharashtra: મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટે આજે 7 જાન્યુઆરીને મંગળવારે એક મોટો નિર્ણય લીધો. સરકારે તમામ વાહનો માટે FASTag ફરજિયાત કરી દીધું છે. આ નિર્ણય 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ નિર્ણયથી ટ્રાફિક જામ તો દૂર થશે જ, અને આ સાથે ઈંધણ અને સમયની પણ બચત થશે.
તો, વાહન માલિકે બમણો રોડ ટેક્સ ચાર્જ ચૂકવવો પડશે
નિયમ મુજબ જો ફાસ્ટેગ કામ નહીં કરે તો, વાહન માલિકે બમણો રોડ ટેક્સ ચાર્જ ચૂકવવો પડશે. તેથી જો ટોલ ફી રોકડ, સ્માર્ટ કાર્ડ, ક્રેડિટ ડેબિટ કાર્ડ અથવા કોડ અથવા અન્ય કોઈપણ માધ્યમથી ભરવાની હોય તો ડબલ ટોલ ફી ચૂકવવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં MSRDCના 50 ટોલ બૂથ અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના 23 ટોલ બૂથ છે.
આ પણ વાંચો: રાજઘાટ પર બનશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક, દીકરી શર્મિષ્ઠાએ આપી માહિતી
ઈ-કેબિનેટ
મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં "ઈ-કેબિનેટ" સિસ્ટમ અમલમાં મૂકશે, જેનો ઉદ્દેશ્ય કેબિનેટ બેઠકોમાં કાગળનો ઉપયોગ ઘટાડવાનો અને પરંપરાગત દસ્તાવેજોને બદલે સ્માર્ટ ટેબલેટનો ઉપયોગ કરવાનો છે.કેબિનેટ બેઠક પછી મંગળવારે મુખ્ય સચિવ સુજાતા સૌનિક દ્વારા રજૂ કરાયેલ ઇલેક્ટ્રોનિક-સંચાલિત પહેલનો હેતુ સરકારી કામગીરીને વધુ પારદર્શક અને પર્યાવરણીય રીતે ટકાઉ બનાવવાનો છે. આ સિસ્ટમ કેબિનેટના નિર્ણયોને સમર્પિત પોર્ટલ દ્વારા નાગરિકો સુધી પહોંચાડશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વહીવટી પ્રક્રિયાઓને ઝડપી બનાવવા અને સમયસર સંચાર સુનિશ્ચિત કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યા પછી ડિજિટલ પહેલ અપનાવવામાં આવી રહી છે.