Get The App

મહારાષ્ટ્રમાં 2800 કરોડનું કૌભાંડ? શિંદેને ફડણવીસ બાદ વિપક્ષે આપ્યો ઝટકો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં 2800 કરોડનું કૌભાંડ? શિંદેને ફડણવીસ બાદ વિપક્ષે આપ્યો ઝટકો 1 - image


Maharashtra Bus Rental Scam : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘બસ ભાડે લેવાના’ નિર્ણય મામલે મોટો ઝટકો આપ્યો છે. બીજીતરફ વિપક્ષે શિંદે સરકારના રાજમાં 2800 કરોડનું કૌભાંડ થવાનો આક્ષેપ કર્યો છે. વાસ્તવમાં શિંદેની આગેવાની હેઠળની સરકાર વખતે રાજ્યમાં બસ ભાડે લેવાનો નિર્ણય કરાયો હતો, જોકે બાદમાં ફડણવીસ મુખ્યમંત્રી બન્યા અને તેમણે શિંદેના નિર્ણયનો રિવ્યૂ કર્યો હતો. પછી તેમણે શિંદેના નિર્ણયને અટકાવવાનું મન બનાવી લીધું છે. આ મામલો સામે આવ્યા બાદ વિપક્ષે પણ શિંદેને ઘેરવાનું શરૂ કરી લીધું છે.

શિંદેના નિર્ણયમાં કૌભાંડ થયું : વિપક્ષ નેતા દાનવે

મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અમ્બાદાસ દાનવે (Ambadas Danve)એ કહ્યું કે, રાજ્યમાં બસ ભાડે લેવા મુદ્દે અમને કોઈપણ પ્રકારનો સ્પષ્ટ જવાબ મળ્યો નથી. તેમણે આ મામલે 2800 કરોડ રૂપિયાનું કૌભાંડ થવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘શિંદેના નિર્ણયમાં કૌભાંડ થયું છે. અમે રિપોર્ટ જોયો છે કે, મુખ્યમંત્રીએ બસ ભાડે લેવાના નિર્ણયને રદ કરી દીધો છે, પરંતુ આ મામલે કોઈપણ પુષ્ટિ મળી નથી. વર્ષ 2022માં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC)એ ક્રૂડ સહિત 44 રૂપિયા પ્રતિ કિલોમીટર મુજબ બસ ભાડે લીધી હતી.’

આ પણ વાંચો : લાલુ પર ભડક્યા મહારાષ્ટ્રના CM ફડણવીસ, ‘નીતિશની પલટી’ની ચર્ચાઓ પર આપ્યો જવાબ

વિપક્ષનો શિંદે સરકાર પર 2800 કરોડના કૌભાંડનો આક્ષેપ

દાનવેએ કહ્યું કે, ‘34.7થી રૂ. 35.1 પ્રતિ કિલોમીટરના દરે ક્રૂડ વગર 1310 બસો ભાડે લેવાઈ હતી અને આ મામલે એક પત્ર પર સહી પણ કરાઈ હતી. જો પ્રતિ બસ 22 રૂપિયા પ્રતિ કિલોમીટરની ગણતરી કરવામાં આવે તો દરેક બસનો પ્રતિ કિલોમીટર 56થી 57 રૂપિયાનો ખર્ચ થશે. અગાઉના કરાર મુજબ રૂ.12-13નો તફાવત છે. આ એક કૌભાંડ છે.’

આ પણ વાંચો : બિહારમાં અટકળો વચ્ચે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં ભેટ, અભિવાદન ઝીલ્યું


Google NewsGoogle News