Get The App

પેટ્રોલ-ડીઝલ સસ્તું, મહિલાઓને દર મહિને રૂ.1500, ત્રણ સિલિન્ડર ફ્રી... ગુજરાતનાં પડોશી રાજ્યમાં સરકારે કરી મોટી જાહેરાત

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
પેટ્રોલ-ડીઝલ સસ્તું, મહિલાઓને દર મહિને રૂ.1500, ત્રણ સિલિન્ડર ફ્રી... ગુજરાતનાં પડોશી રાજ્યમાં સરકારે કરી મોટી જાહેરાત 1 - image


Maharashtra Budget 2024-25 : મહારાષ્ટ્રની સરકારે મોંઘવારીના મોરચે લડી રહેલી પ્રજાને મોટી રાહત આપી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, મુંબઈ રીઝનમાં ડીઝલ પરનો ટેક્સ 24 ટકાથી ઘટાડીને 21 ટકા અને પેટ્રોલ પરનો ટેક્સ 26 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવશે. આનો અમલ થયા બાદ પ્રતિ લિટર ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો અને પ્રતિ લિટર પેટ્રોલની કિંમતમાં 65 પૈસાનો ઘટાડો થશે.

આ પણ વાંચો : આ વખતના બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, કલમ 80C હેઠળ મળશે રૂ. બે લાખ સુધીની છૂટ

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલની વર્તમાન કિંમત

મુંબઈમાં પેટ્રોલ-ડીઝલની વર્તમાન કિંમત (Petrol Diesel Rates)ની વાત કરીએ તો, અહીં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. નવી રાહત મળ્યા બાદ પેટ્રોલનો ભાવ 103.66 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.08 રૂપિયા પર થઈ જશે.

બજેટ પહેલા મોટી જાહેરાત: આ વસ્તુઓ પર GSTમાં મળી રાહત, લેવાયા મોટા નિર્ણય

દર વર્ષે ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર ફ્રી

મહારાષ્ટ્ર સરકારે એક કલ્યાણકારી યોજના અંગે પણ મહત્વની જાહેરાત કરી છે. આ અંગે નાણાં મંત્રીએ કહ્યું કે, ‘પાંચ સભ્યોના પાત્ર પરિવારને મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના (Mukhyamantri Annapurna Yojana) હેઠળ દર વર્ષે ત્રણ રસોઈ ગેસ સિલિન્ડર (Cooking Gas Cylinder) ફ્રી અપાશે.’ ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં મહિલાઓને માસિક રૂ.1500 આપવાની યોજના જાહેર કરાઈ છે. આ ભથ્થું 21થી 60 વર્ષની વયની મહિલાઓને મળશે.

EPF ધારકોને બજેટમાં મોટી રાહત મળી શકે, નિયમોને સરળ બનાવવા સહિત આ ભલામણો થઈ

યુવતીઓ અને ખેડૂતો માટે પણ મહત્વની જાહેરાત

રાજ્યમાં નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા અજિત પવારે બજેટ ભાષણમાં કહ્યું કે, “રાજ્યમાં જુલાઈ મહિનામાં ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના (Mukhyamantri Majhi Ladki Bahin Yojana)’ શરૂ કરાશે અને આ યોજના માટે વાર્ષિક 46 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવાશે.” આ ઉપરાંત પવારે રાજ્યના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણાં માફ કરવાની પણ જાહેરાત કરી હતી.


Google NewsGoogle News