Get The App

મુંબઈ : BMW હિટ એન્ડ રન કેસમાં શિવસેના નેતાના પુત્રની ધરપકડ, માતા-બહેન સામે પણ કાર્યવાહી

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Mumbai Hit And Run Case


Mumbai BMW Hit and Run Case : મુંબઈના વર્લીમાં હિટ એન્ડ રન એક્સિડન્ટ કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ કરી છે. પોલીસે મિહિર શાહની માતા અને બહેનની પણ અટકાયત કરી છે. સાતમી જુલાઈએ BMW કારની ટક્કર વાગતા સ્કૂટી પર જઈ રહેલા દંપતીમાંથી મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો પતિ ઈજાગ્રસ્ત થયો હતો. આ દરમિયાન કારની ડ્રાઈવિંગ કરી રહેલો મિહિર શાહ અકસ્માત સર્જી ભાગી ગયો હતો.

અકસ્માત કરી મિહિર શાહ ભાગી ગયો હતો

ઉલ્લેખનીય છે કે, 7 જુલાઈએ મુંબઈમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં સ્કૂટી લઈને જતાં એક દંપતીનું BMW કાર ચાલકે ટક્કર લગાવતાં દંપતીમાંથી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કાર ચાલક ભાગી ગયો હોવાથી સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તપાસમાં સામે આવ્યું હતું કે, BMW લઈને આવેલો યુવક શિવસેના પાર્ટીના નેતાનો પુત્ર હતો. જોકે, પોલીસે અકસ્માતને અંજામ આપનાર યુવકના પિતા અને શિવસેના પાર્ટીના પાલઘર જિલ્લાના નેતા રાજેશ શાહના નામથી કાર રજીસ્ટર હોવાથી કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : હાથરસ દુર્ઘટનાના SIT રિપોર્ટમાં બાબાને ક્લીનચિટ, દોષનો ટોપલો અધિકારીઓ ને આયોજન સમિતિ પર

ગંભીર ઈજાઓ થતાં મહિલાનું સારવાર દરમિયાન મોત

મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલા એક મોલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં માછીમારનો ધંધો કરતા દંપની પ્રદીપ નખવા અને કાવેરી નખવા પોતાની સ્કૂટી લઈને માછલી ખરીદવા માટે ગયા હતાં. આ દરમિયાન ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે BMW કારે પાછળથી આવીને તેમની સ્કૂટીને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ, મહિલાના પતિને ઈજા થઈ હતી.

પોલીસે કારમાલિક શિવસેનાના નેતાને કસ્ટડીમાં લીધા હતા

તે સમયે પોલીસે જણાવ્યું હતું કે, સ્કૂટી લઈને જઈ રહેલા પતિ-પત્નીને પાછળથી ટક્કર મારનાર કાર ચાલક મિહિર શાહ દંપતીની સ્કૂટીને ટક્કર મારી ભાગી ગયો હતો. મિહિરની બાજુ વાળી સીટ પર ડ્રાઈવર બેઠો હતો. કારની નંબર પ્લેટ કાઢી નાખેલી હતી. આ ઘટનાને અંજામ આપનાર મિહિરના પિતા પાલઘર જિલ્લાના એકનાથ શિંદેની નેતૃત્વ વાળી શિવસેના પાર્ટીના નેતા છે. BMW કાર પિતા રાજેશ શાહના નામે રજિસ્ટર્ડ હોવાથી પોલીસે કારમાલિકને કસ્ટડીમાં લઈને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : બંગાળમાં યુવતી સાથે બર્બરતા? વીડિયો વાયરલ થતાં મમતા સરકાર સામે સવાલ, જાણો શું છે સત્ય

100 મીટર સુધી બોનેટ પર રહી મહિલા 

પોલીસે અકસ્માત થયેલા સ્થળ નજીકનાં કેમેરા ચકાસતા સામે આવ્યું હતું કે, સફેદ રંગની એક BMW કાર ચાલક પૂર ઝડપે આવીને સ્કૂટી પર સવાર દંપતીને ટક્કર મારીને ભાગી ગયો હતો. તેવામાં અકસ્માત સમયે મહિલા સ્કૂટી પરથી કારના બોનેટ પર જઈને પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા 100 મીટર સુધી બોનેટ પર પડી રહી હતી. 


Google NewsGoogle News