Get The App

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ, BMCમાં કોંગ્રેસ-શરદ પવારથી છેડો ફાડશે ઉદ્ધવ ઠાકરે!

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ, BMCમાં કોંગ્રેસ-શરદ પવારથી છેડો ફાડશે ઉદ્ધવ ઠાકરે! 1 - image


BMC Election: મુંબઈમાં BMC(બૃહન્મુંબઈ મહાનગરપાલિકા)ની ચૂંટણીને લઈને શિવસેના યુબીટીના સાંસદના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સંજય રાઉતે શનિવારે (21 ડિસેમ્બર) સંકેત આપ્યો હતો કે, શિવસેના (યુબીટી) ચૂંટણી લડી શકે છે.

સંજય રાઉતે પત્રકારોને કહ્યું કે, પાર્ટી કાર્યકર્તા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં સંગઠનને એકલું લડવા પર ભાર આપી રહ્યા છે. કારણકે, લોકસભા અથવા રાજ્યસભા ચૂંટણીની તુલનામાં આ વખતે દાવેદાર વધારે છે. તેઓએ કહ્યું, 'ઉદ્ધવ ઠાકરે અને અન્ય પાર્ટી નેતાઓ વચ્ચે BMC ચૂંટણી (એકલા લડવાને લઈને) વાતચીત ચાલે છે. કાર્યકર્તા ઇચ્છે છે કે, પાર્ટી એકલી ચૂંટણી લડે.'

આ પણ વાંચોઃ અયોધ્યાના રામમંદિરની સંઘર્ષગાથા પર બનશે 'ડૉક્યુમેન્ટ્રી', દૂરદર્શન પર જોઈ શકશે શ્રદ્ધાળુઓ

'જો વધારે બેઠક મળત તો જીતી જાત'

BMC પર અવિભાજિત શિવસેનાનું 1997થી 2022 સુધી સતત 25 વર્ષ નિયંત્રણ હતું. BMCના અગાઉના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ માર્ચ 2022ની શરુઆતમાં સમાપ્ત થયો હતો. રાઉતે કહ્યું કે, મુંબઈમાં પાર્ટીની તાકાત નિર્વિવાદ છે. જો અમને મુંબઈમાં (વિધાનસભા ચૂંટણી દરમિયાન) લડવા માટે વધારે બેઠક મળતી તો અમે જીતી જાત. મુંબઈમાં જીતવું જરૂરી છે, નહીંતર આ શહેર મહારાષ્ટ્રથી અલગ થઈ જશે. 

ભાજપ સાથે હતા ત્યારે પણ એકલા લડ્યા હતા

શિવસેના(યુબીટી)ના સાંસદ રાઉતે કહ્યું કે, 'જ્યારે અવિભાજિત શિવસેનાનું ભાજપ સાથે ગઠબંધન હતું ત્યારે પણ આપણે BMC અને અન્ય નગરપાલિકાની ચૂંટણી સ્વતંત્રરૂપે લડતા હતા. આપણે આવું કરવાની રીત શોધી રહ્યા છીએ. પૂણે, પિંપરી-ચિંચવડ અને નાસિક નગર પાલિકામાં એવીએ અકબંધ રહેશે.'

આ પણ વાંચોઃ 'સત્યાગ્રહને કારણે નહીં પણ હાથમાં હથિયાર જોઈ અંગ્રેજો ભાગ્યા...', બિહારના રાજ્યપાલનો બફાટ

અમે ગઠબંધન હેઠળ લડીશું ચૂંટણી- શિંદે જૂથ

નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગત અઠવાડિયે કહ્યું હતું કે, શિવસેના આવતા વર્ષે યોજાતી BMC ચૂંટણી સત્તાધારી મહાયુતિ સાથે લડશે. શિવસેના પ્રમુખ શિંદેએ કહ્યું હતું કે, BMC ચૂંટણી તમામ 227 નગર નિગમ વોર્ડમાં મહાયુતિના રૂપે લડવામાં આવશે. ભાજપ, શિવસેના અને એનસીપી મહાયુતિ ગઠબંધનનો ભાગ છે.



Google NewsGoogle News