વરસાદ-પૂરથી રસ્તો બંધ થતાં અહીં ગર્ભવતી મહિલાને હેલિકોપ્ટર દ્વારા બ્લડ પહોંચાડ્યું
Gadchiroli: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે ભામરાગઢ તહસીલમાં સ્થિતિ કફોળી બની ગઈ છે. ઘણા રસ્તા બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે. અહીં એક ગર્ભવતી મહિલાની સ્થિતિ ગંભીર હતી અને તેને બ્લડની જરૂર હતી. ત્યારે મહિલાનો જીવ બચાવવામાં માટે હેલિકોપ્ટર દ્વારા બ્લડ પહોંચાડવામાં આવ્યું.
આ મામલો ગઢચિરોલીના ભામરાગઢ તહસીલનો છે. અહીં પૂરમાંથી નીકળીને આવેલી એક ગર્ભવતી મહિલાની મેડિકલ ટીમે ડિલીવરી કરાવી. તેને એક યુનિટ બ્લડ ચઢાવ્યા બાદ વધુ એક બેગ બ્લડની જરૂર હતી, પરંતુ પૂરના કારણે તમામ રસ્તાઓ બંધ હતા. આવી સ્થિતિમાં વરસાદ બંધ થયા બાદ સવારે હેલિકોપ્ટર દ્વારા બ્લડ પહોંચાડવામાં આવ્યું.
મહિલા મંતોષી ગજેન્દ્ર ચૌધરી ભામરગઢના ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ હતા. અહીં ડોક્ટર્સે તેમની ડિલીવરી કરાવી ત્યારબાદ તેને બ્લડની જરૂર પડી. મહિલા માટે એક બેગ બ્લડ તો મળી ગયુ, પરંતુ એટલું પર્યાપ્ત નહોતું. તેમની હાલત ગંભીર બની રહી હતી. બીજી તરફ ભારે વરસાદ અને પૂરના કારણે વિસ્તારના તમામ રસ્તા બંધ હતા. ક્યાંય પણ બહારથી આવવું-જવું શક્ય નહોતું. અહીં પૂરના કારણે અનેક ગામનો સંપૂર્ક તૂટી ગયો છે.
આ સમગ્ર મામલાની જાણકારી વરિષ્ઠ અધિકારીઓને આપવામાં આવી છે. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા બંલડ મંગાવવાની તૈયારી કરવામાં આવી. પરંતુ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર દ્વારા બ્લડ લાવવું પણ મુશ્કેલ હતું. આખરે વરસાદ બંધ થયા બાદ આરોગ્ય કર્મચારીઓ ગઢચિરોલીથી બ્લડ લઈ ભામરાગઢ જવા રવાના થયા.
આ માટે પોલીસ અધિક્ષક નીલોત્પલે જિલ્લા પોલીસ દળનું હેલિકોપ્ટર ઉપલબ્ધ કરાવ્યું હતું. મેડિકલ ટીમે પૂરના સંકટ વચ્ચે તત્પરતા બતાવતા બ્લડ લઈને પહોંચી અને મહિલાનો જીવ બચાવ્યો. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના આ પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે.
શું બોલ્યા અધિકારી?
ભઆમરાગઢ ગ્રામીણ હોસ્પિટલના આરોગ્ય અધિકારી ડો. કિશોર ચૌધરીએ કહ્યું કે, મંતોષી ચૌધરીની ડિલીવરી બાદ તેની સ્થિતિ ગંભીર હતી. તેને તાત્કાલિક બ્લડની જરૂર હતી. પૂરના કારણે સમય પર બ્લડ પહોંચવું અશક્ય હતું, પરંતુ પોલીસ અને તંત્રની તત્પરતાના કારણે હેલિકોપ્ટર દ્વારા બ્લડ મંગાવીને મહિલાનો જીવ બચાવવામાં આવ્યો.