મહારાષ્ટ્રમાં ભાજપને ઝટકો, આ બે દિગ્ગજ નેતા ઘરવાપસી કરવાની તૈયારીમાં, શરદ પવાર સાથે કરશે મુલાકાત

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
BJP And NCP SP Logo


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના બે નેતાઓ ભાજપને મોટો ઝટકો આપવાની તૈયારીમાં લાગી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ (BJP)ના નેતા મધુકર પિચાડે અને વૈભવ પિચાડે (Madhukar Pichad And Vaibhav Pichad) પાર્ટી છોડીને શરદ પવારની NCPમાં જોડાવાની હિલચાલ શરૂ કરી દીધી છે. આ બંને નેતાઓએ અગાઉ ત્રણ વખત શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત કરી હતી, ત્યારે આજે ફરી અકોલામાં મુલાકાત કરવાના હોવાના અહેવાલો સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ભાજપને ઝટકો, આ બે દિગ્ગજ નેતા ઘરવાપસી કરવાની તૈયારીમાં, શરદ પવાર સાથે કરશે મુલાકાત 2 - image

મધુકર-વૈભવે અગાઉ શરદ પવાર સાથે ત્રણ વખત મુલાકાત કરી હતી

મીડિયા અહેવાલોમાં જણાવ્યા મુજબ, મધુકર અને વૈભવ અગાઉ શરદ પવારને ત્રણ વખત મળ્યા હતા અને એનસીપીમાં સામેલ થવાની વિનંતી કરી ચુક્યા છે. આજે અકોલામાં શરદ પવારની એનસીપી પાર્ટીની બેઠક યોજાવાની છે, જેમાં મધુકર અને વૈબવ સામેલ થઈ શકે છે. મધુકર અને પૂર્વ ધારાસભ્ય વૈભવ પિચાડ વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા, જોકે વિધાનસભા ચૂંટણીમાં વૈભવ એનસીપીના કિરણ લહામટ સામે હારી ગયા હતા.

મધુકર અગાઉ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ હતા

મધુકર એનસીપીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2019માં કિરણ લહામટેએ વૈભવ પિચડને હરાવ્યા હતા. તેમને અકોલે વિધાનસભાની ટિકિટ મળે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ પિચાડ પરિવારે શરદ પવાર જૂથમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે. જો મધુકર અને વૈભવ એનસીપી-એસપીમાં જોડાય તો અહેમદનગર જિલ્લાનું રાજકીય સમીકરણ બદલાઈ શકે છે. ભાજપ માટે આ મોટો ફટકો હોઈ શકે છે.


Google NewsGoogle News