શિંદેને ભાજપનો જોરદાર ઝટકો! ગમે તે થાય પણ આ પદ આપવા તૈયાર નહીં
Maharashtra News : મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીની તાજપોશીની તારીખ નજીક આવી ગઈ છે. પાંચમી ડિસેમ્બરના રોજ નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ યોજાશે. આ પહેલા વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા ત્યારથી મહાયુતિમાં મુખ્યમંત્રીના નામને લઈ સ્પેન્સ યથાવત્ હતું, જોકે ભાજપ (BJP) રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને જ મુખ્યમંત્રી બનાવશે, તેવું અનેક નેતાઓને મુખે ચર્ચાઈ રહ્યું છે. હવે ભાજપે બીજો મુદ્દો કેબિનેટનો ઉકેલવાનો બાકી છે, પરંતુ આ માટે ભાજપે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ને મનાવવા જરૂરી બની ગયા છે.
શિંદેને ગૃહ મંત્રાલય જ જોઈએ, ભાજપ તૈયાર નહીં
ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ શિંદેએ જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રીનું પદ છોડવા તૈયાર છે, પરંતુ તેઓને ગૃહ મંત્રાલય જોઈએ છે. બીજીતરફ સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે શિંદેને જોરદાર ઝટકો આપ્યો છે. સૂત્રોએ કહ્યું છે કે, ભાજપ શિંદેને ગૃહ મંત્રાલય વિભાગ આપવા તૈયાર નથી, તેથી શિંદેને આ મંત્રાલય મળવું શંકાસ્પદ દેખાઈ રહ્યું છે.
‘ગૃહમંત્રાલય ફડણવીસને આપ્યું તો શિંદેને કેમ નહીં’
એકનાથ શિંદેની શિવસેના (Shiv Sena)નું કહેવું છે કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા, ત્યારે ગૃહ મંત્રાલય તેમની પાસે હતું. તે મુજબ જો શિંદે નાયબ મુખ્યમંત્રી બને તો ગૃહ મંત્રાલય પણ તેમને આપવું જોઈએ. જોકે સૂત્રો કહી રહ્યા છે કે, ભાજપ શિંદેને ગૃહ મંત્રાલય આપવાના પક્ષમાં નથી.
પંજાબના પૂર્વ DyCMએ શૌચાલય સાફ કરી વાસણ ધોવા પડશે, અકાલ તખ્તે ફટકારી સજા
શિવસેનાએ 10 શહેરોમાં પાલન મંત્રીની માંગ કરી
એવા અહેવાલો સામે આવ્યા છે કે, ભાજપ શિવસેનાને શહેરી વિકાસ અને MSRDC વિભાગ આપી શકે છે. શિવસેનાએ મહારાષ્ટ્રનાં 10થી વધુ શહેરો પાલક મંત્રી (ગાર્જિયન મિનિસ્ટર)ની પણ માંગ કરી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી શિવસેનાએ 57 બેઠકો જીતી છે, જ્યારે ભાજપે મહારાષ્ટ્રમાં અગાઉના રેકોર્ડો તોડી 132 બેઠકો પર વિજય મેળવ્યો છે. રાજ્યમાં બહુમતીનો આંકડો 145 છે, જેનાથી ભાજપ માત્ર 13 બેઠકો દુર રહ્યું છે. જો ભાજપની 132 અને NCPની 41 બેઠકો ભેગી થઈ જાય તો સરળતાથી સરકાર બનાવી શકાય છે. પરંતુ ભાજપ શિવસેનાને સન્માન આપવા માંગે છે, કારણ કે ભાજપે 2024ની ચૂંટણી શિંદેના ચહેરા પર જ લડી છે.
ચોથી ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, મહાયુતિ સરકાર બનાવવા મુદ્દે સોમવારે મહાયુતિની બેઠક યોજાવાની હતી. પરંતુ એકનાથ શિંદેની તબિયત સંપૂર્ણ ઠીક થઈ નથી. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં તેમની ગેરહાજરીને કારણે મહારાષ્ટ્રમાં મહાયુતિની બેઠક થઈ શકી નથી. શિવસેના અને એનસીપીએ વિધાયક પક્ષના નેતાઓની પસંદગી કરી છે. ચોથી ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી યોજાશે.
‘અમે અડધી રોટલી ખાઈને રહીશું, પરંતુ...’ બાંગ્લાદેશની સ્થિતિ જોઈ મમતા ભડક્યા, ભાજપ કર્યો ગંભીર આક્ષેપ