કોંગ્રેસ નેતાની દીકરી પર ભાજપ નેતાની જીભ લપસી, લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી આગચંપી કરી
Maharashtra Aassembly Elections 2024: મહારાષ્ટ્રના અહિલ્યાનગર (અગાઉ અહમદનગર) જિલ્લાના સંગમનેરમાં ભાજપના નેતા વસંતરાવ દેશમુખની કોંગ્રેસ નેતા બાલાસાહેબ થોરાટની પુત્રી સાપ વિવાદિત ટિપ્પણી બાદ હોબાળો થયો છે. કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. શુક્રવારે (25મી ઓક્ટોબર) ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને આગચંપી પણ કરી હતી. આ ઉપરાંત રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે.
સંગમનેરમાં ભાજપના નેતા સુજય વિખે પાટીલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વસંતરાવ દેશમુખે બાલાસાહેબ થોરાટની પુત્રી જયશ્રી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ડોક્ટર જયશ્રી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે, જેઓ સંગમનેર બેઠક પરથી નવમી વખત ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચો: બિશ્નોઇ સમાજે સલમાન અને તેના પિતા સલીમના પૂતળા બાળીને ચેતવણી આપી
વસંતરાવ દેશમુખ સામે કડક કાર્યવાહીની માંગ
કોંગ્રેસના કાર્યકરોએ શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી સંગમનેર તાલુકા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. તેમણે વસંતરાવ દેશમુખ અને સુજય વિખે પાટીલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વિપક્ષના ભાજપ પર પ્રહાર
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું છે કે, 'જયશ્રી વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી ભાષા ભાજપની મહિલાઓ પ્રત્યેની માનસિકતા દર્શાવે છે.' આ ઘટનાક્રમ અંગે બાલાસાહેબે મુંબઈમાં કહ્યું હતું કે, 'મારી પુત્રી આ પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ છે.' એનસીપી (શરદ પવાર)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે દાવો કર્યો હતો કે, 'આ ટિપ્પણીઓએ મહિલાઓને લઈને ભાજપનો અસલી ચહેરો છતી કર્યો છે.'