Get The App

ભાજપે 40 બળવાખોરોને તગેડી મૂક્યા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં કરી મોટી કાર્યવાહી

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ભાજપે 40 બળવાખોરોને તગેડી મૂક્યા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં કરી મોટી કાર્યવાહી 1 - image


Maharashtra BJP Expel 40 Rebel Leader : મહારાષ્ટ્રમાં ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા જ બળવાખોર નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ શિસ્તભંગના આરોપો હેઠળ 40 નેતાઓની હકાલપટ્ટી કરી દીધી છે. આ તમામ નેતાઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા હતા. મહાયુતિએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ આ કાર્યવાહી કરી હતી. 

ભાજપે 40 બળવાખોરોને તગેડી મૂક્યા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં કરી મોટી કાર્યવાહી 2 - image

ભાજપે 40 બળવાખોરોને તગેડી મૂક્યા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં કરી મોટી કાર્યવાહી 3 - image

ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યા! 

ભાજપમાં બળવાખોરો ઘણી બેઠકો પર પાર્ટી માટે મોટો પડકાર બની ગયા છે. ટિકિટ ન મળવાથી નારાજ બળવાખોર નેતાઓમાં બે પૂર્વ સાંસદો પણ સામેલ હતા. નંદુરબારથી હીના ગાવિત અને જલગાંવથી એટી પાટીલ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા. હીના ગાવિત 2014 અને 2019માં બે વખત નંદુરબારથી સાંસદ રહી ચૂકી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના ગોવાલ પાડવી સામે હારી ગઈ હતી. આવી સ્થિતિમાં તે હવે ધારાસભ્ય બનવા માંગતી હતી. પરંતુ ટિકિટ ન મળતાં તે નારાજ થઈ ગઈ હતી અને અપક્ષ ઉમેદવાર તરીકે દાવો ઠોક્યો હતો.   

પાટિલે નોમિનેશન પાછું ખેંચ્યું 

જ્યારે એટી પાટીલ પણ જલગાંવ વિધાનસભા બેઠક પરથી પાર્ટી માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. લોકસભા હાર્યા બાદ એ.ટી. પાટીલને પણ પાર્ટી તરફથી વિધાનસભામાં ટિકિટની આશા હતી, પરંતુ પાર્ટીએ બીજા કોઈને પોતાનો ઉમેદવાર બનાવ્યો. અત્યાર સુધી ભાજપના બળવાખોરો રાજ્યમાં 30 સીટો પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપે 40 બળવાખોરોને તગેડી મૂક્યા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં કરી મોટી કાર્યવાહી 4 - image


Google NewsGoogle News