Get The App

એકનાથ શિંદે બાદ મહારાષ્ટ્ર ભાજપનું મોટું નિવેદન, કહ્યું- 'તેમણે તમામ શંકાઓ દૂર કરી'

Updated: Nov 27th, 2024


Google News
Google News
એકનાથ શિંદે બાદ મહારાષ્ટ્ર ભાજપનું મોટું નિવેદન, કહ્યું- 'તેમણે તમામ શંકાઓ દૂર કરી' 1 - image


BJP on Maharashtra Next CM: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલું રાજકીય ઘમાસાણ હવે અટકતું નજરે પડી રહ્યું છે. કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતે સ્પષ્ટ કરી દીધું છે કે, મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી ભાજપનો બની શકે છે. શિંદેએ કહ્યું કે, મુખ્યમંત્રી પદને લઈને કોઈ નારાજગી કે ઇચ્છા નથી. તેઓ વડાપ્રધાન મોદી અને અમિત શાહના તમામ નિર્ણયોનું સમર્થન કરે છે. ત્યારે હવે શિંદેની સ્પષ્ટતા બાદ ભાજપ પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે.

'એકનાથ શિંદેએ તમામ શંકાઓ દૂર કરી'

મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, 'હું મહાયુતિના સિનિયર અને મહત્ત્વપૂર્ણ લીડર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું. આજે, તેમણે તમામ શંકાઓને દૂર કરી છે. તેમણે લોકોને કહ્યું કે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ અંગે જે પણ નિર્ણય વડાપ્રધાન મોદી, અમિત શાહ લેશે તે સૌને માન્ય રહેશે, આ તેમની ભૂમિકા છે જે મહારાષ્ટ્ર અને NDAના હિતમાં અપનાવવામાં આવી છે.'


આ પણ વાંચો : 'ભાજપના કોઈ પણ નેતાને CM તરીકે અમારું સમર્થન', શિંદેએ સસ્પેન્સ ખતમ કર્યું

'જનતા અને ભાજપ તરફથી એકનાથ શિંદેનો આભાર'

ચંદ્રશેખરે કહ્યું કે, 'એકનાથ શિંદે અને મહાયુતિ પર અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા અને ઘણું જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું પરંતુ આજે તેમણે મહાયુતિ, એનડીએને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હવે જનતાને આપેલા વચનો પૂર્ણ કરવાના છે. જનતા અને ભાજપ તરફથી એકનાથ શિંદેનો આભાર વ્યક્ત કરું છું.'

ચંદ્રશેખરે કહ્યું કે, 'દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને જ્યારે ઉદ્ધવ ઠાકરેએ દગો આપ્યો હતો. ત્યારે એકનાથ શિંદેએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે બાળા સાહેબના હિન્દુત્ત્વના એજન્ડાને આગળ લઈ જવા માટે કામ કર્યું હતું. તેમના સમર્થનથી મહાયુતિની સરકાર બની હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે 2014 અને 2019થી બંધ પડેલા પ્રોજેક્ટ શરુ કરાવ્યા અને તેને પૂર્ણ કરવાનું કામ કર્યું. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે સાથે મળીને દેશમાં ક્યાંય ન હોય તેવી યોજનાઓ બનાવી. સમગ્ર રાજ્યમાં જ્યાં કામ અટક્યા હતા તે પૂર્ણ કર્યા.'

આ પણ વાંચો : 'અમે ઉદ્ધવ જેવા નથી, મુખ્યમંત્રી તરીકે ફડણવીસને અમારું સમર્થન', શિંદે જૂથના સાંસદનું મોટું નિવેદન


Tags :
eknath-shindeMaharashtraBJP

Google News
Google News