પીડિત બાળકીનું નિવેદન લેવા પહોંચી SIT, આરોપીના રિમાન્ડ વધારાયા, બદલાપુર કેસની ત્રણ મોટી અપડેટ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
Badlapur Sexual Assault Case


Badlapur Sexual Assault Case : મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુરની એક ખાનગી સ્કૂલમાં સફાઇ કામદારે વોશરૂમમાં નર્સરીની ચાર અને છ વર્ષની બે વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ બાદ લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. આક્રોષ વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી દીપક કેસરકરે શાળામાં ‘વિશાખા સમિતિ’ રચવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે, જો શાળામાં સીસીટીવી કેમેરા ખરાબ હશે તો કાર્યવાહી કરાશે. તેમણે બદલાપુર શાળામાં સંચાલકની નિમણૂક કરવાની જાહેરાત કરી છે.

કેસની તપાસ માટે SITની રચના

મહારાષ્ટ્ર સરકારે બદલાપુર કેસમાં પોલીસ અથવા વહિવટીતંત્રની બેદરકારીની તપાસ કરવા માટે આઈજી આરતી સિંહની આગેવાની હેઠળ એસઆઈટીની રચના કરી છે. મળતા અહેવાલો મુજબ તેઓએ બદલાપુર ઈસ્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. બીજીતરફ એસઆઈટીની ટીમ નિવેદન લેવા માટે એક પીડિત બાળકીના ઘરે પહોંચી છે.

આ પણ વાંચો : દેશભરમાં એકસાથે 52 ટ્રેન રદ, ગુજરાતમાંથી ઉપડતી ટ્રેનો પણ સામેલ, જુઓ સંપૂર્ણ યાદી

પોલીસે પાંચ FIR નોંધી

આ ગંભીર કરતુત બાદ લોકોએ ગુસ્સામાં આવી રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. તો શાળામાં તોડફોડની ઘટના પણ બની હતી, જેમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બાળકીઓ સાથે દુષ્કૃત્ય કરવાના વિરોધમાં દેખાવો કરી રહેલા 300 લોકો સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે 40થી વધુ લોકોની ધરપકડ કરી છે. પોલીસે બદલાપુર કેસમાં કુલ પાંચ એફઆઈઆર નોંધી છે, જેમાં બદલાપુર પૂર્વમાં સેક્સુઅલ અસૉલ્ટ કેસ, બદલાપુર ઈસ્ટમાં તોડફોડ કેસ, બદલાપુર વેસ્ટમાં તોડફોડ કેસ, બદલાપુર રેલવે સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં તોડફોડ અને રેલવે રોકવામાં એક-એક FIR નોંધવામાં આવી છે.

આરોપીના રિમાન્ડ વધારાયા

કેસની તપાસ કરી રહેલી પોલીસે આરોપી સફાઈ કર્મચારી અક્ષય શિંદેની ધરપકડ કરી લીધી છે. કલ્યાણ કોર્ટે આરોપીના પોલીસ રિમાન્ડ 26 ઓગસ્ટ સુધી વધારી દીધા છે.

આ પણ વાંચો : સ્કૂલ, કોલેજ, ઈન્ટરનેટ બંધ... યુપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યો દલિત સંગઠનોએ માથે લીધા


Google NewsGoogle News