Get The App

'મેં ક્યારેય મહિલાનું અપમાન નથી કર્યું'... શાઈના એનસી પર વિવાદાસ્પદ નિવેદન મામલે અરવિંદ સાવંતે માફી માંગી

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
'મેં ક્યારેય મહિલાનું અપમાન નથી કર્યું'... શાઈના એનસી પર વિવાદાસ્પદ નિવેદન મામલે અરવિંદ સાવંતે માફી માંગી 1 - image


Maharashtra Assembly Election : શિવસેના નેતા શાઇના એનસી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર શિવસેના (UBT) સાંસદ અરવિંદ સાવંતે માફી માંગી છે. તેમણે કહ્યું, "મેં મારા જીવનમાં ક્યારેય કોઈ મહિલાનું અપમાન કર્યું નથી.  હું હંમેશા મહિલાઓનું સન્માન કરવામાં અગ્રેસર રહ્યો છું અને મારી પાસે આના ઘણા ઉદાહરણો છે. મારા વિચારોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે અને મને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, જેનાથી મને દુઃખ થયું છે, જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. મેં ક્યારેય કોઈ મહિલાનું અપમાન કર્યું નથી અને ભવિષ્યમાં પણ કરીશ નહીં."

મારા નિવેદનનો રાજકીય લાભ લેવામાં આવી રહ્યો છે

તેમણે પોતાનો બચાવ કરતાં કહ્યું કે, મુંબઈના મેયર કિશોરી પેડનેકર પર જે ટિપ્પણી આશિષ શેલારે કરી, શું તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી? અબ્દુલ સત્તારે સુપ્રિયા સુલે વિશે જે કહ્યું તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી? તેમણે કહ્યું કે, "મારા નિવેદનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."

મહિલા આયોગે જવાબ આપ્યો

શિવસેના (UBT)ના સાંસદ અરવિંદ સાવંતે મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાની મુમ્બાદેવી વિધાનસભા બેઠકના ઉમેદવાર શાઇના એનસીને તેમના નિવેદનમાં "આયાતી માલ" કહ્યું હતું, જે પછી ચૂંટણી માહોલ ગરમાયો હતો. આ નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના વડા વિજયા રાહટકરે પોલીસ અને ચૂંટણી પંચ પાસે કાર્યવાહીની માંગ કરી છે. આ અંગે સ્પષ્ટતા કરતા સાંસદ સાવંતે કહ્યું કે તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જ્યારે શાઈના એનસીએ કહ્યું કે, સાવંતની ટિપ્પણી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની માનસિકતા દર્શાવે છે.

FIR નોંધાઈ

સાંસદના આ નિવેદન પર તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શાઇના એનસીની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 509 (શબ્દ, હાવભાવ અથવા અવાજ સ્ત્રીની નમ્રતાનું અપમાન કરવાના હેતુથી) અને કલમ 354 (2) (બદનક્ષી) હેઠળ નાગપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. શાઇના એનસી અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)માં હતી અને તાજેતરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ હતી. તે મુંબઈની મુંબાદેવી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી રહી છે, જ્યાં તેનો મુકાબલો કોંગ્રેસના અમીન પટેલ સાથે છે.



Google NewsGoogle News