'લોકસભામાં સાહેબને ખુશ કર્યા, વિધાનસભામાં મને મત આપો', અજિત પવારે જનતાને કરી અપીલ
Ajit Pawar Statement : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે રવિવારે બારામતીની જનતાને અપીલ કરી કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનું સમર્થન કરે, ઠીક એવી જ રીતે જેવી રીતે તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં 'સાહેબ' (શરદ પવાર)ને ખુશ કર્યા હતા. એનસીપી નેતાએ એ પણ દાવો કર્યો કે તેમણે બારામતીના લોકોને પાણીની જરૂરિયાત પૂરી પાડવાના તમામ પ્રયાસ કર્યા છે.
આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં NCP (શરદ પવાર) નેતા સુપ્રિયા સુલેએ બારામતી સંસદીય બેઠકથી એક હાઈ-પ્રોફાઇલ મુકાબલામાં જીત મેળવી હતી. તેમણે પોતાના પિતરાઈ ભાઈ અજિત પવારની પત્ની સુનેત્રા પવારને આ લોકસભા બેઠકથી હરાવ્યા. ગત વર્ષ જુલાઈમાં અજિત પવાર અને કેટલાક અન્ય એનસીપી નેતા રાજ્યમાં એકનાથ શિંદે-ભાજપ સરકારમાં સામેલ થઈ ગયા હતા. જેનાથી શરદ પવારની પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી.
આ પણ વાંચો : 'તારામાં હિંમત હોત તો નવી પાર્ટી બનાવી હોત..', શરદ જૂથના નેતાનો અજિત પવાર પર મોટો હુમલો
બારામતીમાં આ વખતે કાકા-ભત્રીજા વચ્ચે મુકાબલો
એનસીપી પ્રમુખ અજિત પવાર 20 નવેમ્બરે યોજાનારી રાજ્યની ચૂંટણીમાં પુણે જિલ્લાની બારામતી વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો તેમના ભત્રીજા અને એનસીપી (એસપી) ઉમેદવાર યુગેન્દ્ર પવાર સાથે છે. 28 ઓક્ટોબરે જ્યારે યુગેન્દ્ર પવારે આ બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે શરદ પવાર અને સુપ્રિયા સુલે હાજર રહ્યા હતા. રવિવારે નાયબ મુખ્યમંત્રીએ બારામતી વિસ્તારના કેટલાક ગામડાઓનો પ્રવાસ કર્યો અને પોતાના પક્ષમાં મત આપવા અપીલ કરી.
આ પણ વાંચો : NDAને ભારે પડશે આ મુદ્દા, વિપક્ષ થયો મજબૂત, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદારો કેમ નારાજ?
'હવે વિધાનસભા ચૂંટણીમાં મને મત આપીને ખુશ કરો'
સાવલ ગામમાં સ્થાનિક લોકોને સંબોધિત કરતા અજિત પવારે કહ્યું કે, જો સુપ્રિયા લોકસભા ચૂંટણી હારે છે, તો આ ઉંમરમાં સાહેબ (શરદ પવાર)ને કેવું લાગે, એજ વિચારીને તમે મત આપ્યા, પરંતુ હવે વિધાનસભા ચૂંટણીમાં મને મત આપો. તમે લોકસભા ચૂંટણીમાં સાહેબને ખુશ કર્યા, હવે વિધાનસભા ચૂંટણીમાં મને મત આપીને ખુશ કરો. સાહેબ પોતાની રીતે કામ કરશે, હું મારી રીતે કામ કરીશ, જેથી આપણા તાલુકાનો વિકાસ થઈ શકે.