Get The App

'આ લડાઈ તમારી-મારી વચ્ચે હશે', ઉદ્ધવ ઠાકરેએ સીધો પીએમ મોદીને પડકાર ફેંક્યો, શું છે મામલો

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
Fight Between Modi And Uddhav Thackeray


Fight Between Modi And Uddhav Thackeray: શિવસેના સ્થાપના દિન નિમિત્તે શિવસેના બનામ શિવસેના વચ્ચે ચડસાચડસી જોવા મળી હતી. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથે મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં કાર્યક્રમો આયોજિત કરી એકબીજા પર આરોપો મૂક્યા હતા. લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતાને ધ્યાનમાં લેતાં ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

ઉદ્ધવ ઠાકરેનો મોદીને પડકાર

ઉદ્ધવ ઠાકરેએ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ટાંકતા કહ્યું હતું કે, “મોદીજી હું તમને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આમંત્રિત કરૂ છું. અહીં તમારા અને મારા વચ્ચે લડાઈ થશે." વધુમાં કહ્યું કે, ભાજપને મારો સંદેશ છે કે, “મારૂ મૂળ ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કર્યા વિના ચૂંટણી જીતવાનો પ્રયાસ કરો. મને ગર્વ છે કે, અમે અન્ય કોઈની તસવીરનો ઉપયોગ કર્યો નથી. અમે ક્યારેય કોઈ અન્યની તસવીરનો ઉપયોગ કરીશું પણ નહીં. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. હું વડાપ્રધાન મોદીને પડકારુ છુ કે, તેઓ આજથી જ તૈયારીઓ શરૂ કરી દે. અને આ નકલી શિવસેનાને દૂર રાખે.”

અફવા પર સ્પષ્ટતા

ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બંને જુથો સાથે હાથ મિલાવી અને એનડીએમાં જવાની અટકળોને પાયાવિહોણી ગણાવી હતી. તેઓએ કહ્યું કે, તે એવા લોકો સાથે ક્યારેય હાથ મિલાવે, જેમણે તેમનો પક્ષ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે, એકનાથ શિંદેના જૂથની શિવસેનામાં બળવો બાદ ચૂંટણી પંચે અવિભાજિત શિવસેનાનું નામ અને ચૂંટણી ચિંહ્ન તેમને જ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં શિવસેનાના ઉદ્વવ ઠાકરે જૂથે નવ બેઠકો અને શિંદે જૂથે સાત બેઠકો જીતી હતી. એનસીપીના શરદ પવાર જૂથે આઠ બેઠકો અને તેમના ભત્રીજા અજિત પવારના જૂથે ચૂંટણી પંચ દ્વારા નામ અને પક્ષનું ચિહ્ન મળ્યુ હોવા છતાં એક જ બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસે 13 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

એકનાથ શિંદેના હિન્દુત્વ પર ઠાકરેનો જવાબ

વરલીમાં એનએસસીઆઈ ડોમ ખાતે એક વિશાળ રેલીને સંબોધતા એકનાથ શિંદેએ કહ્યું, "તમારું હિન્દુત્વ ક્યાં ગયું છે? તમને બાળાસાહેબ ઠાકરેના નામે મત માંગવાનો કોઈ અધિકાર નથી. એક નાનું બાળક પણ તમને કહેશે કે શિવસેના યુબીટી કોંગ્રેસની વોટ બેન્કના લીધે જીતી છે. બાળ ઠાકરે હંમેશા કોંગ્રેસ વિરુદ્ધ બોલ્યા છે."

જેનો જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, "અમને તમામ દેશભક્તો, તમામ ધર્મના લોકોના મત મળ્યા છે. અમે કોંગ્રેસમાં સામેલ થયાં એટલે એનો અર્થ થયો કે, અમે હિન્દુત્વ છોડ્યું. મેં હિન્દુત્વ નથી છોડ્યું. નાગરિકોએ દેશ અને બંધારણને બચાવવા અમને મત આપ્યા છે. જે દર્શાવે છે કે,  ભાજપે જ હિન્દુત્વ છોડી દીધુ છે."

 'આ લડાઈ તમારી-મારી વચ્ચે હશે', ઉદ્ધવ ઠાકરેએ સીધો પીએમ મોદીને પડકાર ફેંક્યો, શું છે મામલો 2 - image


Google NewsGoogle News