મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: NCPએ માંગી 80 બેઠકો, શું ભાજપ તૈયાર થશે?

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: NCPએ માંગી 80 બેઠકો, શું ભાજપ તૈયાર થશે? 1 - image


Image: Facebook

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા જ મહિના બાકી છે. દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે શાસક મહાયુતિના સહયોગીઓની વચ્ચે બેઠક વહેંચણીને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે. ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ પણ કહ્યું કે લગભગ 70-80 ટકા એટલે કે લગભગ 288 વિધાનસભા વિસ્તારોમાં બેઠક વહેંચણી પર શાસક ગઠબંધનના ફોર્મ્યૂલાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. 

ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે મહાયુતિનો કરાર વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA) થી પહેલા થઈ જશે. મહાયુતિ મહાગઠબંધનમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે. મહાયુતિ સહયોગીઓની વચ્ચે બેઠક વહેંચણી અને તેની ઔપચારિક જાહેરાત વિશે પૂછવા પર દેવેન્દ્ર ફડણવીસે પૂણેમાં મીડિયાને કહ્યું, 'બેઠક વહેંચણીના ફોર્મ્યૂલાને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે.'

ચંદ્રશેખર બાવનકુલેએ કર્યો આ દાવો

દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કોઈ અન્ય જાણકારી આપી નથી. જોકે, ચંદ્રશેખર બાવનકુલેએ દાવો કર્યો કે લોકો મહાયુતિની બેઠક વહેંચણીના ફોર્મ્યૂલાને એમવીએના ઘટકો કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને રાકાંપા (શરદચંદ્ર પવાર) તરફથી કરારની જાહેરાત પહેલા જ જોઈ લેશે. બાવનકુલેએ કહ્યું કે લગભગ 70-80 ટકા મત વિસ્તારોમાં બેઠક વહેંચણીને અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે.

બાવનકુલેએ કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે (શિવસેના), દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ) અને પ્રફુલ્લ પટેલ (રાકાંપા) ની વચ્ચે તાજેતરમાં જ થયેલી બેઠકનું પરિણામ એ નીકળ્યું કે ઉમેદવારની જીતની શક્યતા સૌથી જરૂરી માપદંડ છે. આ દરમિયાન શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથે જોડાયેલા ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે કહ્યું કે ગઠબંધનના ત્રણેય નેતા મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિથી સારી રીતે વાકેફ છે. અમુક ઉમેદવારોની જાહેરાત મોડા કરવાની ભૂલ આ વખતે બેવડાશે નહીં. 

અજીત જૂથે આટલી બેઠકોની માગ કરી

ઉદય સામંતે કહ્યું કે અમે 75 ટકાથી વધુ મતવિસ્તારો માટે બેઠક વહેંચણીના ફોર્મ્યૂલાને અંતિમ રૂપ આપી દીધું છે. જોકે, કેબિનેટ મંત્રી અને રાકાંપાના વરિષ્ઠ નેતા છગન ભુજબળે કહ્યું કે મને ત્રણેય પાર્ટીઓની વચ્ચે બેઠક વહેંચણીના ફોર્મ્યૂલા વિશે જાણકારી નથી પરંતુ અમે (એનસીપી) ચૂંટણી લડવા માટે લગભગ 80 બેઠકની માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન વિધાનસભામાં ભાજપ 103 ધારાસભ્યોની સાથે સૌથી મોટી પાર્ટી છે, તે બાદ શિવસેના 40, રાકાંપા 41, કોંગ્રેસ 40, શિવસેના (યુબીટી) 15, રાકાંપા (શરદચંદ્ર પવાર) 13 અને અન્ય 29 છે. અમુક બેઠકો ખાલી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નવેમ્બરમાં થવાની શક્યતા છે.


Google NewsGoogle News