Get The App

હરિયાણામાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ઍલર્ટ: નેતાઓને આપી ખાસ સૂચના

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
Congress



Maharashtra Assembly Elections: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અગાઉથી ઍલર્ટ થઇ ગઇ છે. કોંગ્રેસના ટોચના નેતાઓ માની રહ્યા છે કે યોગ્ય રણનીતિના અભાવે હરિયાણામાં બાજી પલટાઇ ગઇ હતી. આવી સ્થિતિમાં હવે પાર્ટીએ નોતાઓને સૂચના આપી જણાવ્યું છે કે, તેઓ કોઇપણ સ્થળે ભાષણ કે નિવેદન આપતી વખતે સાવચેત રહે. આ ઉપરાંત રાજ્યમાં કોંગ્રેસ તેના સમર્થકોની સાથે અન્ય વર્ગો અને જાતીઓ તથા નાના રાજકીય પક્ષોની ચૂંટણી પર અસર અંગે સજાગ રહેવા રણનીતિ બનાવી રહી છે. 

નાના રાજકીય પક્ષો અને જાતિઓ પર ફોકસ

હરિયાણામાં લોકસભા ચૂંટણીમાં સફળતા બાદ કોંગ્રેસને આશા હતી કે વિધાનસભા ચૂંટણીમાં પણ પક્ષ સારો પ્રદર્શન કરશે, પરંતુ ભાજપે જીત હાંસલ કરી સૌ કોઇને ચોંકાવી દીધા હતા. હરિયાણામાં એક મોટા વર્ગ એટલે કે જાટ સમુદાયના વોટ મેળવવા કોંગ્રેસે અન્ય જાતિઓ અને નાના રાજકીય પક્ષોની અવગણના કરી હતી. મહારાષ્ટ્ર 288 વિધાનસભા બેઠકો ધરાવતું મોટું રાજ્ય છે અને ત્યાં જાતિગત સમીકરણ પણ ક્ષેત્રવાર અલગ અલગ છે. આમ અનેક મુદ્દાઓને ધ્યાને લઇ પાર્ટીએ મહારાષ્ટ્રમાં સપા, બસપા સહિત અન્ય સ્થાનિક નાના રાજકીય પક્ષોની સ્થિતિનું આકલન શરૂ કર્યું છે. 

આ પણ વાંચોઃ 'હરિયાણાની 20 બેઠકોમાં ગરબડ થઈ, ઈવીએમની બેટરીમાં લોચો', કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ

કોંગ્રેસે નેતાઓને આપી સલાહ

કોંગ્રેસ હરિયાણાના પરિણામો માટે ખુલ્લેઆમ ઈવીએમને જવાબદાર ઠેરવી રહી છે, પરંતુ તે સુક્ષ્મ સ્તરે થયેલી ભૂલોથી પણ વાકેફ છે. મીડિયા સાથે વાત કરતા પાર્ટીના એક દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું કે કોંગ્રેસ તેની રણનીતિમાં ભૂલો કરી રહી છે. હરિયાણામાં નેતાઓની જૂથબંધી તો હતી જ પરંતુ બળવાખોરો અને અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઓછી હોવાથી તેના પર ધ્યાન આપ્યું નહોતું. ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ સપા અને આપને નબળી સમજવામાં આવી. તેમને હળવાશથી લેવામાં આવ્યા હતા. દીપેન્દ્ર હુડ્ડાએ સપા અંગે આપેલા નિવેદનથી યાદવ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પક્ષને નુકસાન થયું હતું. તેથી, હાઈકમાન્ડે તમામ રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓને મહારાષ્ટ્રને લગતા કોઈપણ મુદ્દા પર વિચારપૂર્વક નિવેદન આપવા અથવા તેમનો અભિપ્રાય વ્યક્ત કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ 'ભારત હોય કે બાંગ્લાદેશ, લઘુમતીઓ પર અત્યાચાર ન થવા જોઈએ..' ખડગેનો ભાગવત પર કટાક્ષ


હરિયાણામાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ઍલર્ટ: નેતાઓને આપી ખાસ સૂચના 2 - image


Google NewsGoogle News