Get The App

મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતવા NDA સરકારની ત્રણ મોટી જાહેરાત, બ્રાહ્મણ-રાજપૂતોને આપી ભેટ

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
Eknath Shinde


Maharashtra Assembly Elections 2024: વર્ષ 2024ના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી પછી ચૂંટણી પંચ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એવામાં રાજ્યની મહાયુતિ સરકારે ત્રણ મોટી જાહેરાત કરી છે જે ચૂંટણીના પરિણામો બદલી શકે છે. 

બ્રાહ્મણ અને રાજપૂતો સમુદાયને આપી ભેટ 

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે સોમવારે બ્રાહ્મણ સમુદાયના આર્થિક રીતે નબળા વર્ગ માટે 'પરશુરામ આર્થિક વિકાસ નિગમ' અને રાજપૂતો સમુદાયના આર્થિક રીતે નબળા વર્ગ માટે 'વીર શિરોમણી મહારાણા પ્રતાપ આર્થિક વિકાસ નિગમ' ની રચના કરવાની મંજૂરી આપી છે. બંને નિગમ માટે કેબિનેટે 50-50 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેથી આ વર્ગ માટે કૌશલ્ય વિકાસ અને સ્વ-રોજગારની તકો ઉભી કરીને તેમને આર્થિક સહાય  કરી શકાય. સરકારના આ પગલાથી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે.

આ પણ વાંચો: હવે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ, જાણો શું થયો વિવાદ

પુણે એરપોર્ટનું નામ બદલાયું 

લોહેગાંવ એરપોર્ટના નામે ઓળખાતું પુણે એરપોર્ટ હવે જગદગુરુ સંત તુકારામ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે. પુણે એરપોર્ટનું નામ બદલવાની દરખાસ્ત પુણેના નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રજૂ કરી હતી. તેમજ  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ નામ બદલવાનું સમર્થન કર્યું હતું. આ નિર્ણય બાદ વારકરી સંપ્રદાયમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ રાજકીય નિષ્ણાતો આ નિર્ણયને શિંદે સરકારનો માસ્ટર સ્ટ્રોક કહે છે. 

અજિંક્ય રહાણેને જમીન લીઝ પર મળી

મહારાષ્ટ્ર કેબિનેટે બાંદ્રામાં ક્રિકેટર અજિંક્ય રહાણેને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે 2,000 ચોરસ મીટર જમીન 30 વર્ષ સુધી લીઝ પર આપવાની મંજૂરી આપી છે. આ જમીન સુનીલ ગાવસ્કરને એકેડમી માટે ફાળવવામાં આવી હતી. જે વર્ષ 2022માં રાજ્ય સરકારને પરત કરવામાં આવી હતી. હવે રહાણેના પ્રસ્તાવને મંત્રી પરિષદે મંજૂરી આપી દીધી છે. 

મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતવા NDA સરકારની ત્રણ મોટી જાહેરાત, બ્રાહ્મણ-રાજપૂતોને આપી ભેટ 2 - image


Google NewsGoogle News