મહારાષ્ટ્રની ચૂંટણી માટે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી, ફડણવીસ સામે દિગ્ગજ નેતાને આપી ટિકિટ
Maharashtra Assembly Elections 2024: કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 23 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે અત્યાર સુધી 71 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં કોંગ્રેસે દક્ષિણ નાગપુરથી ગિરીશ કૃષ્ણરાવ પાંડવને ડેપ્યુટી સીએમ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર ફડણવીસ સામે મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.
શ્રીરામપુરના ધારાસભ્ય લહુ કાંડેની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ હેમંત ઓગલેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સુનિલ કેદારના પત્ની અનુજા કેદારને સાવનેરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે સામે મજબૂત ઉમેદવાર સુરેશ ભોયરને તક આપવામાં આવી છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીથી નારાજ થયા! બેઠક અધવચ્ચે છોડી ગયાનો સૂત્રોનો દાવો
મહાવિકાસ અઘાડીમાં બેઠકોની વહેંચણી
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ગુરુવારે પુષ્ટિ કરી હતી કે મહાવિકાસ અઘાડી (MVA) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે બેઠક વહેંચણી પર સમજૂતી કરી છે. તેમના મતે, કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના તમામ ગઠબંધન ભાગીદારો દરેક 85 બેઠકો પર ચૂંટણી લડશે. આ ઉપરાંત શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે પણ પુષ્ટિ કરી છે કે તમામ MVA સહયોગી દરેક 85 બેઠક પર ચૂંટણી લડશે.