શિંદે-ભાજપનું ટેન્શન વધારતાં પોસ્ટર લાગ્યાં મહારાષ્ટ્રમાં, ગણપતિ પંડાલમાં જોરશોરથી પ્રચાર
Maharashtra Assembly Elections: મહારાષ્ટ્રમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની વચ્ચે વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. આ ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટી અત્યારથી જ કમર કસી રહી છે. આ દરમિયાન મહાયુતિમાં મુખ્યમંત્રી પદના દાવેદારને લઈને ખેંચતાણ પણ વધી રહી છે.
બારામતીમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારના ભાવી મુખ્યમંત્રીવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. અખિલ ભારતીય તનુલવાડી વેશ સાર્વજનિક ગણેશ મંડળ પંડાલમાં અજીત પવારના ભાવી મુખ્યમંત્રીવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે અજીત પવારના ભાવી મુખ્યમંત્રીવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હોય. આ પહેલાં પણ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આવાસ પર જેપી નડ્ડાએ રાજ્ય ભાજપ કોર કમેટીના સભ્ય સાથે વાત કરી હતી. આ દરમિયાન તેઓએ ચૂંટણીના પડકારો અને તૈયારીઓ વિશે જાણકારી લઈ મહાયુતિને મજબૂત કરવા માટે એક ટીમના રૂપે કામ કરવાની અપીલ કરી હતી.