Get The App

ભાજપની નારાજગી છતાં મહારાષ્ટ્રના આ નેતાએ ધાર્યું કરી બતાવ્યું, અજિત પવારે લીધો મોટો નિર્ણય

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
Maharashtra assembly election


Maharashtra election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં અમુક રાજકીય પક્ષો અને નેતાઓની નારાજગીનો સિલસિલો ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી. હાલમાં જ ભાજપની નારાજગી હોવા છતાં એનસીપી (અજિત પવાર)ના એક નેતાએ ઉમેદવારી નોંધાવી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે. એનસીપી (અજિત પવારે) નવાબ મલિકને ઉમેદવારીનું ફોર્મ આપ્યું હતું. નવાબ મલિક  શિવાજી નગર-માનખુર્દ બેઠક પરથી ચૂંટણી લડશે.

ભાજપે દર્શાવી નારાજગી

મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપી (અજિત પવાર) મહાયુતિ ગઠબંધનનો હિસ્સો છે. ભાજપે મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા નવાબ મલિકને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ નવાબ મલિકે પોતે ગમે તે સ્થિતિમાં ઉમેદવારી નોંધાવાની હઠ દર્શાવી હતી. એનસીપી (અજિત પવાર)એ પણ ઉમેદવારી પત્ર સોંપતા સંકેત આપ્યો હતો કે, તે મલિકને ઉમેદવારી નોંધાવાની તક આપી રહ્યો છે.

આ પણ વાંચોઃ વિશેષ છે આ વર્ષની દિવાળી, રામ મંદિર માટે 500 વર્ષમાં લાખો લોકોએ બલિદાન આપ્યા: PM મોદી

અમુક બેઠકો પર ચર્ચાઓનું જોર

મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડીમાં રાજ્યની અમુક બેઠકો પર ઉમેદવારી નોંધાવા માટે વિવિધ પક્ષો ઝઘડી રહ્યા છે. સપાએ પણ મહા વિકાસ અઘાડીને અલ્ટિમેટ આપતાં પાંચ બેઠકો ફાળવવાની દરખાસ્ત કરી હતી. બીજી તરફ અજિત પવાર જૂથના એનસીપી નેતા નવાબ મલિકે સોમવારે જાહેરાત કરી હતી કે, તે પોતે ઉમેદવારી નોંધાવશે અને ચૂંટણી લડશે.

પાંચ વખત ધારાસભ્ય

નવાબ મલિક મહારાષ્ટ્રમાં પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ અણુશક્તિનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વખતે અજિત પવારે એનસીપીની આ બેઠક પરથી નવાબ મલિકની દિકરી સના મલિકને ટિકિટ આપી છે. જ્યારે શરદ પવાર જૂથે આ બેઠક પર અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ઉભા રાખ્યા છે.

અબુ આઝમી સામે ચૂંટણી લડશે

નવાબ મલિક મની લોન્ડરિંગ મામલે જેલમાં હતા. જેમને હાલમાં જ છ મહિનાના મેડિકલ જામીન આપવામાં આવ્યા છે. જો તેઓ ચૂંટણી લડે તો તેમને શિવાજી નગર-માનખુર્દ બેઠક પરથી ટિકિટ મળી છે. જ્યાં સપાના અબુ અસીમ આઝમી વિરૂદ્ધ ચૂંટણી લડશે.

ભાજપની નારાજગી છતાં મહારાષ્ટ્રના આ નેતાએ ધાર્યું કરી બતાવ્યું, અજિત પવારે લીધો મોટો નિર્ણય 2 - image


Google NewsGoogle News