Get The App

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર: ચૂંટણી પંચે કહ્યું- આ તારીખ પહેલા થઈ જશે મતદાન

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર: ચૂંટણી પંચે કહ્યું- આ તારીખ પહેલા થઈ જશે મતદાન 1 - image


Maharashtra Election Date Declared : મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર પહેલાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે. જેની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી દીધી છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રના પ્રવાસે છે. ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે. 

ચૂંટણી પંચે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે, ચૂંટણી પંચની ટીમ ત્રણ દિવસના પ્રવાસે હતી. આ દરમિયાન પંચે વિધાનસભા ચૂંટણી 2024ને કેન્દ્રમાં લઈ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી  અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે. 

આ પણ વાંચોઃ સંચાર અને આઈટી કમિટિમાં નિશિકાંત દૂબે અને મહુઆ કરશે સાથે કામ, જયા અને કંગનાનો પણ આ કમિટિમાં સમાવેશ

રાજકીય પાર્ટીઓ પાસે કરી માગ

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, આ દરમિયાન રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને તેમને અમે દિવળી જેવા તહેવારને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવાનું જણાવ્યું હતું. રાજકીય પાર્ટીઓએ અધિકારીઓના ટ્રાન્સફરમાં પારદર્શિતાની માગ સાથે જ 17C ની જોગવાઈની માગ કરી હતી. 17C ની કોપી મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ પોલિંગ એજન્ટને આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવી પડશે કે, કોઈ ખોટી અને ભ્રામક ખબરો ફેલાવવામાં ન આવે.

આ પણ વાંચોઃ તિરુપતિ પ્રસાદીના વિવાદ વચ્ચે રામમંદિરથી આવ્યા મોટા સમાચાર, પ્રસાદના નમૂના લેબ મોકલાયા

મહારાષ્ટ્રમાં કેટલા મતદારો?

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કુલ મતદારોની સંખ્યા 9.69 કરોડ છે. કુલ પોલિંગ બૂથોની સંખ્યા 1,00,186 છે. શહેરી વિસ્તારોમાં 42,585 બૂથ છે અને ગ્રામીણ વિસ્તારોમાં 57,601 બૂથ છે. પોલિંગ બૂથ પર તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જે વરિષ્ઠ નાગરિકો પોલિંગ બૂથ પર નહીં પહોંચી શકે, તેમના માટે ઘરેથી મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવશે. જો અમને ચૉપરથી જવાની જરૂર પડશે, તો પણ અમે જઈશું. 


Google NewsGoogle News