'બટેંગે તો કટેંગે' સૂત્ર અંગે ભાજપને ઝટકો, અજિત પવારે કહ્યું- મહારાષ્ટ્રમાં આવું બધું ના ચાલે
Maharashtra Election News: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મહારાષ્ટ્રના વિવિધ હિસ્સામાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી પોતાની રેલીઓમાં ‘બટેંગે તો કટેંગે’નો સુત્રોચ્ચાર કર્યો હતો અને લોકોને એકજૂટ થઈ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ ગઠબંધનને જીતાડવા અપીલ કરી હતી. જો કે, ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના સમર્થક પક્ષે એનસીપીના પ્રમુખ અજિત પવારે મુખ્યમંત્રી યોગીના આ સૂત્રને રદિયો આપ્યો છે.
શું બોલ્યા અજિત પવાર
યોગીના ચૂંટણી સૂત્ર બટેંગે તો કટેંગે પર મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજ, રાજર્ષિ શાહૂ મહારાજ અને મહાત્મ ફૂલેનું છે. તમે મહારાષ્ટ્રની તુલના અન્ય રાજ્યો સાથે કરી શકો નહીં. મહારાષ્ટ્રના લોકોની આ પસંદ નથી. શિવાજી મહારાજનું શિક્ષણ સમાજના તમામ વર્ગોને સાથે લઈ ચાલવાનું છે. મહારાષ્ટ્ર હંમેશા સામાજિક એકતામાં માને છે.
આ પણ વાંચોઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી તરીકેનો દરજ્જો યથાવત્ રહેશે...' સુપ્રીમ કોર્ટનું ફરમાન
મહારાષ્ટ્રમાં આ પ્રકારના નિવેદનો અસ્વીકાર્યઃ પવાર
વધુમાં પવારે કહ્યું કે, જ્યારે અન્ય રાજ્યના લોકો મહારાષ્ટ્રમાં આવે છે, તો તેઓ પોતાના લોકોને ધ્યાનમાં રાખીને નિવેદન આપે છે. પરંતુ મહારાષ્ટ્રમાં ક્યારેય તેનો સ્વીકાર નહીં થાય, અહીં તમામ ચૂંટણીનો એક ઈતિહાસક રહ્યો છે. રાજ્યના લોકો આ પ્રકારના નિવેદનો પસંદ કરતા નથી. CM યોગીએ રાજ્યના વાશિમમાં ચૂંટણી પ્રચારની રેલીમાં આ સૂત્ર આપ્યું હતું.
ક્યારે છે ચૂંટણી?
મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે તમામ 288 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરાશે. જેના માટે વિવિધ પક્ષોના ઉમેદવારોએ 29 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી નોંધાવી હતી.