Get The App

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં શિંદે અને અજિત પવારે વધાર્યું ભાજપનું ટેન્શન, કડકાઈથી કરી આ માગ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં શિંદે અને અજિત પવારે વધાર્યું ભાજપનું ટેન્શન, કડકાઈથી કરી આ માગ 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ બેકફૂટ પર ધકેલાયા બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ પાર્ટી મુશ્કેલીઓ સામનો રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી એનસીપીના પ્રમુખ અજિત પવારનું નિવેદન અને તેમના અહેવાલો ચર્ચાના ચગડોળે ચઢ્યા છે. મળતા અહેવાલો મુજબ અજિતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકોની માંગણી કરી ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે.

વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવારને વધુ બેઠકો જોઈએ

અજિત પવાર (Ajit Pawar)ની પાર્ટી NCPએ લોકસભાની ચૂંટણીમાં માત્ર એક બેઠક જીતી છે, તેમ છતાં તેઓ વિધાનસભામાં વધુમાં વધુ બેઠકોની માંગણી કરી ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની વાત કરીએ તો શિવસેના અને એનસીપી વધુમાં વધુ બેઠકોની માંગણી કરી રહ્યા છે, તો બીજીતરફ ભાજપ પણ રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી મોટાભાગની બેઠકો તેની પાસે રાખવા માંગે છે.

આ પણ વાંચો : મુંબઈમાં ભારે વરસાદના કારણે ઈન્ડિગો, એર ઈન્ડિયા, સ્પાઈસ જેટની ફ્લાઈટ કેન્સલ, એરપોર્ટ પર ફસાયા મુસાફરો

એનસીપી સાથે શિવસેનાએ પણ વધાર્યું ભાજપનું ટેન્શન

હાલ ભાજપ માટે સૌથી મોટો ચિંતાનો વિષય મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી બની ગયો છે, કારણ કે, રાજ્યની કુલ બેઠકો 288 છે અને અજિતની એનસીપી વિધાનસભાની 80થી 90 બેઠકો પર દાવો કરી રહી છે. તો મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)ની પાર્ટી શિવસેના (Shiv Sena) પણ 100 બેઠકોની અપેક્ષા રાખી રહ્યું છે. જ્યારે ભાજપ પોતે 170-180 બેઠકો પર લડવા માંગે છે. 

અજિત પવારે અમિત શાહ સાથે કરી મુલાકાત

થોડા દિવસો પહેલા અજિત પવારે વધુ બેઠકો મેળવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ ઉપરાંત ભાજપના નેતાઓ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) પણ અજિત પવારના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી ચુક્યા છે. જોકે તેમ છતાં અજિત ભાજપ (BJP) પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે, જેના કારણે ભાજપ માટે અજિત પવારની ડિમાન્ડ પુરી કરવી ઘણી મુશ્કેલ દેખાઈ રહી છે. અજિતે અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું હતું કે, બેઠક વહેંચણીનો મુદ્દો લોકસભા ચૂંટણીની જેમ લટકાવવામાં ન આવે. આ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવામાં આવે.

આ પણ વાંચો : વરસાદ-પૂરનો કહેર, મુંબઈના રસ્તા બેટમાં ફેરવાયા, ગુજરાતમાં 9 મોત, રાજસ્થાનના અનેક વિસ્તારો જળમગ્ન


Google NewsGoogle News