Get The App

‘બટેગેં તો કટેંગે’ના નારા મુદ્દે સંજય રાઉતનું CM યોગી અંગે વિવાદાસ્પદ નિવેદન, ફડણવીસ પર પણ સાધ્યું નિશાન

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
‘બટેગેં તો કટેંગે’ના નારા મુદ્દે સંજય રાઉતનું CM યોગી અંગે વિવાદાસ્પદ નિવેદન, ફડણવીસ પર પણ સાધ્યું નિશાન 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તમામ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવાની સાથે એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ જ ક્રમમાં  શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) ‘બટેગેં તો કટેંગે’ના નારા મુદ્દે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Uttar Pradesh CM Yogi Adityanath) અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આ સાથે તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કરની મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર પણ નિશાન સાધ્યું છે. જ્યારે ઉદ્ધવના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

રાઉતે યોગીને કહ્યા ‘જોકર’

સંજય રાઉતે મુખ્યમંત્રી યોગી પર કટાક્ષ કરીને કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશમાંથી એક જોકર આવે છે, જેઓ આપણા ભગવા વસ્ત્રોનું અપમાન કરે છે. યોગી મહારાષ્ટ્રમાં આવીને બોલે છે કે, ‘બટેગેં તો કટેંગે’, અહીં આવાનું બંધ કરો... આપણે એક છીએ, તો સલામત છીએ, મહારાષ્ટ્ર સુરક્ષિત છે.’

‘...તો પાકિસ્તાનમાં ઝંડો લહેરાવીને બતાવો’

તેમણે ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે, ‘શું તમે જાણો છો કે, ફડણવીસના માથાને શું થયું છે ? મહારાષ્ટ્રમાં ચૂંટણી છે, તો મહારાષ્ટ્રની વાત કરો... શું આપણે મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતીશું તો પાકિસ્તાન ઝંડો લહેરાવીશું ? આ કેવું કનેક્શન છે. જો આટલી હિંમત હોય તો પાકિસ્તાનમાં ઝંડો લહેરાવો.’

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોમી હિંસા, 30 ઘરોમાં તોડફોડ-આગ, 50ને ઈજા, ઈન્ટરનેટ સેવા બંધ

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવીએ : રાઉત

તેમણે લોકોને મહાવિકાસઅઘાડીને સત્તામાં લાવવાની અપીલ કરી છે. તેમણે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને મુખ્યમંત્રી બનાવવાની પણ વાત કહી છે. તેમણે લોકોને કહ્યું કે, ‘23 નવેમ્બરે સત્તા લાવો અને 26 નવેમ્બરે ઉદ્ધવ ઠાકરેને નેતૃત્વમાં સરકાર બનાવો.’

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન અને મહાવિકાસ અઘાડી વચ્ચે મુખ્ય મુકાબલો છે. મહાયુતિમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના, અજિત પવારની NCP અને ભાજપનો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી, શરદ પવારની NCPSP અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો માટે 20મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે. આ દિવસે તમામ ઉમેદવારોના કિસ્મનો ફેંસલો થઈ જશે.

આ પણ વાંચો : મણિપુરથી આવ્યા મોટા સમાચાર : NPPએ ભાજપ સરકાર પાસેથી સમર્થન પરત ખેંચ્યું


Google NewsGoogle News