Get The App

મારા પર ભાજપમાં સામેલ થવાનું દબાણ હતું: સંજય રાઉતના દાવાથી રાજકારણ ગરમાયું

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
મારા પર ભાજપમાં સામેલ થવાનું દબાણ હતું: સંજય રાઉતના દાવાથી રાજકારણ ગરમાયું 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીન લઈને પાર્ટી અને વિરોધ પક્ષોના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે, તેમના પર ભાજપમાં જોડાવાનું દબાણ હતું. આ ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ માત્ર ભાગલા પાડવાના કામમાં જ વ્યસ્ત છે.

આ પણ વાંચો : જૂની પેન્શન યોજના: જાહેરાતના બે મહિના બાદ આખરે સરકારે બહાર પાડ્યો ઠરાવ



શિવસેના (UBT) નેતા  સંજય રાઉતે કહ્યું, "મારા પર ભાજપમાં જોડાવાનું દબાણ હતું. અનિલ દેશમુખ અને અનિલ પરબ પર પણ દબાણ હતું. ભાજપના લોકો અમારા પર દબાણ કરી રહ્યા હતા. ભાજપના લોકો પોતે વિભાજિત થયા છે અને હવે તેઓ બીજાઓમાં ભાગલા પડાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને યોગીજીનો પરિવાર એક નથી અને તેઓ 'બટને ઓર કટને' ની વાત કરી રહ્યા છે. યોગીજી તેમના પરિવાર સાથે રહેતા નથી અને ભાગલાની વાત કરી રહ્યા છે. યોગીજી, ચાર ભાઈઓ અલગ-અલગ રહે છે અને ભાગલાની વાત કરે છે."

કેટલાય લોકોએ EDથી બચવા માટે પાર્ટી છોડી દીધી - સંજય રાઉત

સાંસદ સંજય રાઉતે વધુમાં જણાવતાં કહ્યું કે, પ્રફુલ પટેલ અને પ્રતાપ સરનાઈક જે કહી રહ્યા છે, તેમનો કોઈ મતલબ નથી. આ લોકોએ EDથી બચવા માટે પાર્ટી છોડી દીધી હતી. જ્યારે મારા પર પણ દબાણ કરવામાં આવ્યું, ત્યારે મેં ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો. કેટલાય લોકો પર પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું દબાણ હતું, જેથી કમજોર લોકો પાર્ટી છોડી દીધી હતી."


Google NewsGoogle News