Get The App

‘મોટા પ્રોજેક્ટો ગુજરાતમાં ટ્રાન્સફર થવાથી મહારાષ્ટ્ર નોકરીઓ છીનવાઈ’ પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
‘મોટા પ્રોજેક્ટો ગુજરાતમાં ટ્રાન્સફર થવાથી મહારાષ્ટ્ર નોકરીઓ છીનવાઈ’ પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર 1 - image


Priyanka Gandhi Attack On Mahayuti : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે સત્તાધારી ભાજપની નીતિઓની ટીકા કરી દાવો કર્યો છે કે, કેટલાક મોટા પ્રોજેક્ટને ગુજરાતમાં ટ્રાન્સફર કરવાથી મહારાષ્ટ્રમાં નોકરીઓ છીનવાઈ ગઈ છે. ગઢચિરોલી જિલ્લામાં 20 નવેમ્બરની વિધાનસભાની ચૂંટણી પહેલા એક રેલીમાં સંબોધન કરતાં પ્રિયંકાએ દાવો કર્યો છે કે, સત્તાધારી ગઠબંધન નેતાઓ વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનું અને સમાજનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીએ મહાયુતિ પર સાધ્યું નિશાન

પ્રિયંકા ગાંધીએ મહાયુતિ સરકારની લાડલી બહેન યોજનાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘મહિલાઓએ સારુ જીવન જીવવા માટે દર મહિને મળતાં 1500 રૂપિયા પર નહીં, પરંતુ મત આપવો જોઈએ. કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે જો મહાવિકાસ અઘાડી (MVA) સત્તામાં આવશે, તો તેઓ સોયાબીનના પાક માટે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 7000 રૂપિયા એમએસપી આપશે.’

આ પણ વાંચો : ‘બટેગેં તો કટેંગે’ના નારા મુદ્દે સંજય રાઉતનું CM યોગી અંગે વિવાદાસ્પદ નિવેદન, ફડણવીસને પર પણ સાધ્યું નિશાન

‘મહારાષ્ટ્રમાં 2.5 લાખથી વધુ પદ ખાલી’

કોંગ્રેસ (Congress) મહાસચિવે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં 2.5 લાખથી વધુ પદ ખાલી છે. ફોક્સકોન, એરબસ પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થળાંતરિત થવાને કારણે રાજ્યમાં નોકરીઓ છીનવાઈ રહી છે. લોકો પ્રયાસો કરી રહ્યા છે, નવી કૌશલ્યો શીખી રહ્યા છે, તેમ છતાં તેઓને નોકરી મળતી નથી. આ બાબત પર સરકારનું પ્રથમ ધ્યાન હોવું જોઈતું હતું, જોકે સરકાર આ જગ્યાઓ ભરવામાં નિષ્ફળ ગઈ છે.’

‘સૌથી વધુ યુવાનોની આત્મહત્યા મહારાષ્ટ્રમાં થઈ રહી છે’

તેમણે કહ્યું કે, ‘દેશમાં સૌથી વધુ યુવાનોની આત્મહત્યા મહારાષ્ટ્રમાં થઈ રહી છે, જે બેરોજગારીને અટકાવવામાં ભાજપ (BJP)ની નિષ્ફળતાનું પરિણામ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓના નારા ‘એક છીએ તો સલામત છીએ’ પર ગાંધીએ કહ્યું હતું કે ‘સલામત’ શબ્દના બે અર્થ છે - સુરક્ષા અને ખજાનો.’ તેમણે આક્ષેપ કર્યો છે કે, ‘આ દેશમાં માત્ર અદાણી જ ખરેખર સુરક્ષિત છે. આખો દેશ જાણે છે કે, એક માત્ર અદાણી એવા વ્યક્તિ છે, જેમની સરકારની તિજોરી સુધી પહોંચ છે, જ્યારે સામાન્ય નાગરિકો સંઘર્ષ કરી રહ્યા છે.’

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં કોમી હિંસા, 30 ઘરોમાં તોડફોડ-આગ, 50ને ઈજા, ઈન્ટરનેટ સેવા બંધ


Google NewsGoogle News