મહારાષ્ટ્રના બદલાતા સમીકરણ: ભાજપ અને પવારે કરી 'પાવરફુલ' માંગ, શું કરશે શિંદે?

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Eknath Shinde, Ajit Pawar, Devendra Fadnavis

Maharashtra Assembly Election 2024 Seat Sharing : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ઉથલ-પાથલ શરૂ થઈ છે, એકતરફ કેટલાક નેતાઓ પક્ષ પલટો કરવાની દોડધામ કરી રહ્યા છે, તો બીજીતરફ વિવિધ પક્ષો સતત બેઠકો યોજી રહ્યા છે. આ ઉપરાંત મહાયુતિ અને ‘મહારાષ્ટ્ર વિકાસ આઘાડી’ (Maha Vikas Aghadi) ગઠબંધનમાં શીટ શેરિંગની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીની આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બંને પક્ષો મહાયુતિ (Mahayuti)માં વધુમાં વધુ બેઠકો મેળવવા માટેની રણનીતિ બનાવીર રહ્યા છે. એનસીપી અને શિવસેનામાં ભંગાણ કરનારા શિંદે અને અજિત માટે આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે.

મુંબઈમાં યોજાઈ ભાજપની મહત્ત્વની બેઠક

દરમિયાન મુંબઈમાં આજે પાર્ટીના રાજ્ય એકમના નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupender Yadav) અને અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) મહારાષ્ટ્રમાં ભાજપની તૈયારીઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને રાજ્યના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે સહિત ભાજપની રાજ્ય કોર કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપને ઝટકો, આ બે દિગ્ગજ નેતા ઘરવાપસી કરવાની તૈયારીમાં, શરદ પવાર સાથે કરશે મુલાકાત

ભાજપ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે?

મીડિયા અહેવાલો મુજબ મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાંથી ભાજપ 150 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના બનાવી છે. પૂર્વ સાંસદ રાવસાહેબ દાનવેએ બેઠક બાદ કહ્યું કે, ‘સત્તાધારી ગઠબંધનના નેતાઓ દ્વારા બેઠક વહેંચણી અંગે ચર્ચાઓ કરવામાં આવશે.’

2019ની વિધાનસભા ચૂંટણીનું ચિત્ર

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે (BJP) 152 બેઠકો પર, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની શિવસેના (Shiv Sena)એ 124 બેઠકો પર, કોંગ્રેસે (Congress) અને NCPએ 125-125 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી ભાજપે 105, શિવસેનાએ 63, કોંગ્રેસે 44 અને એનસીપીએ 41 બેઠકો જીતી હતી.

આ પણ વાંચો : કાવડ યાત્રા વિવાદ : યોગી સરકારના નિર્ણય પર ભડક્યા NDAના સાથી પક્ષો, હવે કેન્દ્રીય મંત્રીએ કર્યો વિરોધ

બેઠકમાં શિંદેએ શું માગ્યું?

મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)એ પણ શિવસેનાના નેતાઓ સાથે આજે બેઠક કરી હતી. આ બેઠકમાં શિવસેનાના સાંસદો અને ધારાસભ્યોએ કહ્યું કે, આપણે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી વિધાનસભામાં વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ. ઘણા અહેવાલોમાં દાવો કરાયો છે કે, શિવસેના મહાયુતિ ગઠબંધનમાંથી લગભગ 125 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવા માંગે છે.

એનસીપી 80 બેઠકો પર ચૂંટણી લડશે?

બીજીતરફ અજિત પવાર (Ajit Pawar)ની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) 80 બેઠકો પર સરવે કરાવી રહી છે. એનસીપી નેતા અને કેબિનેટ મંત્રી ધર્મરાવ બાબા અત્રામે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, મહાગઠબંધનમાં એનસીપી 80 બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ આ 80 બેઠકોની પસંદગી કરવા માટે રાજ્યભરમાં સરવે શરૂ કર્યો છે.


Google NewsGoogle News