Get The App

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ફડણવીસ અને અજિત પવાર કેમ છે સામસામે, નારાજગી કે પછી વ્યૂહનીતિ?

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ફડણવીસ અને અજિત પવાર કેમ છે સામસામે, નારાજગી કે પછી વ્યૂહનીતિ? 1 - image


Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરી આવ્યા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણપણે બે ગઠબંધન વચ્ચે 'મહાયુદ્ધ' માં ફેરવાઈ ગઈ છે. એક બાજુ મહાયુતિ ગઠબંધન છે તો બીજી બાજુ મહાવિકાસ આઘાડી છે. હાલમા ચૂંટણી માહોલ બરોબર જામ્યો છે, તેથી આ સમય દરમિયાન ચૂંટણી પ્રચારમાં પક્ષો વિવિધ પ્રકારે નિવેદનબાજી કરી રહ્યા છે. તાજેતરમાં જ મહાયુતિ ગઠબંધનના બે મોટા નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર આવા એક નિવેદનને લઈને એકબીજાની સામ સામે આવી ગયા છે.

આ પણ વાંચો : શરદ પવારનો PM મોદી પર સમાજમાં ભાગલાનો આરોપ, અજિત પવાર સાથે સમાધાન અંગે પણ સ્પષ્ટતા

દેવેન્દ્ર ફડણવીસે 'બટેંગેં તો કટંગે' ના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, "દાયકાઓથી અજિત પવાર એવી વિચારધારાઓ સાથે જીવ્યા છે જે બિનસાંપ્રદાયિક અને હિંદુ વિરોધી છે. પોતાને બિનસાંપ્રદાયિક ગણાવનારાઓમાં વાસ્તવિક ધર્મનિરપેક્ષતા નથી. તેઓ એવા લોકો સાથે રહ્યા છે, જેમના માટે હિન્દુત્વનો વિરોધ કરવો એ જ બિનસાંપ્રદાયિકતા છે.

અજિત પવારને હજુ જનતાનો મૂડ સમજવામાં સમય લાગશે: ફડણવીસ 

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે, અજિત પવારને હજુ જનતાનો મૂડ સમજવામાં થોડો સમય લાગશે. આ લોકો કાં તો જનતાની લાગણીને નથી સમજી શક્યા અથવા તો આ નિવેદનનો અર્થ નથી સમજી શક્યા. અથવા કદાચ તેઓ બોલતી વખતે કંઈક બીજું જ બોલવા  માંગતા હતા. 

અજિત પવારે આખરે શું કહ્યું?

થોડા દિવસ પહેલા 'બટેંગેં તો કટંગે' ના નારાને લઈને અજિત પવારે કહ્યું હતું કે, 'બટેંગેં તો કટંગે' નું સમર્થન નહી કરીએ. 'બટેંગેં તો કટંગે' મહારાષ્ટ્રમાં નહીં ચાલે. મહારાષ્ટ્ર સાધુ -સંતોનું છે. અમે તેમના રસ્તે જઈશું,. અમે સબકા સાથ સબકા વિકાસમાં માનીએ છીએ." મહારાષ્ટ્રની એક ચૂંટણી સભાને સંબોધતા અજિત પવારે આ વાત કહી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી, દેવઘર એરપોર્ટ પર રોકવું પડ્યું પ્લેન

મહારાષ્ટ્રની તુલના અન્ય રાજ્યોથી નથી કરવી 

અજિત પવારે તે રેલીને સંબોધતા વધુમાં કહ્યું હતું કે, "જો કોઈ એવું વિચારે છે કે મહારાષ્ટ્ર અન્ય રાજ્યોની જેમ છે તો તે ખોટું છે. મહારાષ્ટ્રના લોકોને આ પ્રકારની ટિપ્પણીઓ પસંદ નથી. અહીંના લોકોએ હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાનો પ્રયાસ કર્યો છે. જો કોઈ મહારાષ્ટ્રની તુલના અન્ય રાજ્ય સાથે કરે તો કોઈને પણ નહીં ગમે. 


Google NewsGoogle News