Get The App

અજિત પવાર બનશે કિંગમેકર, ગમે ત્યારે પક્ષ બદલી શકે: NCP નેતાના નિવેદનથી મહારાષ્ટ્રમાં હડકંપ, ભાજપ ટેન્શનમાં

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
અજિત પવાર બનશે કિંગમેકર, ગમે ત્યારે પક્ષ બદલી શકે: NCP નેતાના નિવેદનથી મહારાષ્ટ્રમાં હડકંપ, ભાજપ ટેન્શનમાં 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકે એનસીપીના વડા અજિત પવાર મુદ્દે ચોંકાવનારો દાવો કર્યો છે. મલિક આજે પુત્રી સના મલિક સાથે અણુશક્તિનગરમાં ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા, જ્યાં તેમણે કહ્યું કે, ‘હું આવતીકાલે માનખુર્દ બેઠક પરથી ફોર્મ ભરીશ. મહારાષ્ટ્રમાં અજિત પવાર કિંગમેકર છે, ગમે ત્યારે પક્ષ બદલી શકે છે.’ મલિકની પુત્રીની રેલીમાં મહાયુતિના તમામ ઝંડા હતા, પરંતુ ભાજપનો ઝંડો ન હતો, જેના જવાબમાં મલિકે કહ્યું કે, ‘અમારી સાથે અજિત દાદા છે, તેથી અમને કોઈની જરૂર નથી.’

ભાજપ-મલિક વચ્ચે મતભેદ

ઉલ્લેખનીય છે કે, નવાબ મલિક અજિત પવારના એકદમ નજીકના સાથી કહેવાય છે. હવે જોવાનું એ રહ્યું છે, મલિકે કિંગમેકરનું નિવેદન કરતા હવે અજિત પવાર શું જવાબ આપે છે ? ભાજપ અને મલિક વચ્ચે છત્તીસનો આંકડો છે. ભાજપનો વિરોધ છતાં એનસીપી મલિકને ચૂંટણી લડાવવા માંગે છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ગુસ્સા બાદ MVAમાં ખળભળાટ: પવાર-ઠાકરે ટેન્શનમાં, કોંગ્રેસ નેતાઓ ખુશ

ભાજપે મલિકનો કેમ વિરોધ કર્યો

ભાજપ એનસીપીના નેતા નવાબ મલિકની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યું છે. અગાઉ મુંબઈ ભાજપ એકમના અધ્યક્ષ શેલારે કહ્યું હતું કે, ‘અમે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને ટિકિટ આપવાનો સ્વિકાર કરતા નથી. અમે મલિકનું સમર્થન નહીં કરીએ.’

આ ઉપરાંત એનસીપીના ભાગલા પડ્યા બાદ અજિત પવારે ધારાસભ્ય મલિકને પોતાના જૂથમાં સામેલ કર્યા હતા અને તેમાં પણ ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. જોકે હવે મલિક માનખુર્દ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની તૈયારીમાં છે. એવું કહેવાય છે કે, તેમને અજિત પવારનું સંપૂર્ણ સમર્થન છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની હોટ સીટ પર શરદની 'પાવર ગેમ', અજિત સામે 'ભત્રીજા'ને ઉતારી ચૂંટણી રસપ્રદ બનાવી


Google NewsGoogle News