લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ NDAમાં ડખા શરૂ? મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાએ વધારી ભાજપની મુશ્કેલી

Updated: May 28th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ NDAમાં ડખા શરૂ? મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાએ વધારી ભાજપની મુશ્કેલી 1 - image


Lok Sabha Elections 2024: મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે સોમવારે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી માટે 80 થી 90 સીટની માંગ કરી છે. જો કે, આ માંગ પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી છે અને તેથી તે મહત્તમ સીટ પર ચૂંટણી લડશે. 

બીજી તરફ છગન ભુજબળે પાર્ટીની બેઠકમાં કહ્યું કે ભાજપ-શિવસેના ગઠબંધનમાં સામેલ થવા પર તેમને 80-90 સીટ મળવાની ખાતરી આપવામાં આવી હતી.

વધુ સીટ પર લડવા માંગીએ છીએ - એનસીપી નેતા

એનસીપી નેતાએ કહ્યું, "જ્યારે અમે ભાજપ-શિવસેના ગઠબંધનમાં જોડાયા હતા, ત્યારે અમને ચૂંટણી લડવા માટે 80-90 સીટનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જો કે, આ લોકસભા ચૂંટણીમાં અમને માત્ર થોડી જ સીટ મળી છે. અમારે ભાજપને જણાવવું જોઈએ કે અમે વધુ સીટ પર લડવા માંગીએ છીએ, જેથી અમે 50-60 સીટ જીતી શકીએ.'

2019ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે 288 માંથી 105 સીટ જીતી હતી, જ્યારે NCPને 54 બેઠકો મળી હતી. આ બાબતે છગન ભુજબળે કહ્યું હતું કે. 'જો અમને પાર્ટીના ધારાસભ્યોની સંખ્યાના કારણે ચૂંટણી લડવા માટે 50 સીટ મળે છે તો ખરેખર તેમાંથી કેટલા ચૂંટાશે?'

સ્કૂલોમાં મનુસ્મૃતિ ભણાવવા બાબતે ભુજબળે નારાજગી વ્યક્ત કરી 

એનસીપી નેતા ભુજબળેએ સ્કૂલમાં મનુસ્મૃતિ ભણાવવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. મનુસ્મૃતિ એક પ્રાચીન હિંદુ ગ્રંથ છે. આ બાબતમાં ભુજબળે કહું હતું કે, 'અમે દલિતોને સમજાવવામાં ઘણી શક્તિ ખર્ચી છે. ભાજપના 400 થી વધુ બેઠકો જીતવાના દાવાનો અર્થ એ નથી કે પાર્ટી અનામત હટાવવા માટે બંધારણમાં ફેરફાર કરશે.'

ભુજબળના આ નિવેદન પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ભાજપ સૌથી મોટી પાર્ટી છે અને આ ચૂંટણીમાં સૌથી વધુ સીટો પર ચૂંટણી લડશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે સીટ વહેંચણી પર ચર્ચા ત્યારે જ થશે જ્યારે ત્રણેય પક્ષોના નેતાઓ વચ્ચે બેઠક થશે.'

લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા જ NDAમાં ડખા શરૂ? મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાએ વધારી ભાજપની મુશ્કેલી 2 - image


Google NewsGoogle News