VIDEO: બંધારણના અપમાન મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા, આગચંપી-પથ્થરમારા બાદ ટીયરગેસનો મારો
Maharashtra Parbhani Violence : મહારાષ્ટ્રના પરભણીમાં એક અજાણ્યા શખસે બંધારણનું અપમાન કર્યું છે, જેના કારણે અનેક ઠેકાણે હિંસાઓ ભડકી ઉઠી છે. ટોળાએ પોલીસ પર પથ્થમારો કર્યો છે, તો અનેક સ્થળે આગચંપી કરવામાં આવી છે. દેખાવો કરી રહેલા લોકો બંધારણનું અપમાન કરનારને ફાંસીની સજા આપવાની માંગ કરી રહ્યા છે. પોલીસ સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે અને પથ્થમારો કરી રહેલા લોકો પર ટીયરગેસના સેલ છોડ્યા છે. હાલ પરિસ્થિતિ વધુ તંગ બનાવના કારણે અનેક સ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આ ઉપરાંત હિંગોલીમાં પણ દેખાવો શરૂ થયા છે, જેના પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.
બંધારણનું અપમાન નિંદનિય અને શરમજનક : પ્રકાશ આંબેડકર
ઘટના વચ્ચે બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકર (Prakash Ambedkar)એ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘પરભણીમાં જાતિવાદી મરાઠા ઉપદ્રવીઓએ બાબાસાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણની મજાક ઉડાવી છે, જે અત્યંત નિદનિંય અને શરમજનક છે. આવું પહેલી બન્યું નથી, આ પહેલા પણ બાબાસાહેબની પ્રતિમા અથવા દલિતોની ઓળખસમાન પ્રતિક પર આવી તોડફોડ કરવામાં આવી છે.
‘24 કલાકની અંદર ઉપદ્રવીઓની ધરપકડ કરો, નહીંતર...’
તેમણે કહ્યું કે, ‘પરભણી જિલ્લામાં ઘટના જાણ થતા જ VBAના કાર્યકર્તા પહેલા પહોંચી ગયા છે. અહીં અમારા કાર્યકર્તાઓના વિરોધ પ્રદર્શના કારણે પોલીસે FIR નોંધી છે અને ઉપદ્રવીઓમાંથી એકની ધરપકડ કરી છે. હું તમામને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરું છું. જો આગામી 24 કલાકની અંદર ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો ગંભીર પરિણમો ભોગવવા પડશે.’
પરભણીમાં હિંસા કેમ ભડકી ?
મળતી માહિતી મુજબ કોઈ અજાણ્યા શખસે મંગળવારે પરભણી રેલેવ સ્ટેશન બહાર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન કર્યું હતું. ત્યારબાદ આગચંપી અને પથ્થરમારાની ઘટના શરૂ થઈ છે. બંધારણનું અપમાન કરાતા અનેક સંગઠનોમાં રોષ ફેલાયો છે અને તેમણે અનેક શહેરોમાં બંધની અપીલ કરી હતી. જોકે બંધ દરમિયાન અચાનક લોકો ભડકી ગયા અને અનેક સ્થળે આગચંપી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સ્થિતિ બેકાબુ થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા.
.