Get The App

VIDEO : મહારાષ્ટ્રમાં અમદાવાદ જેવો અકસ્માત, દારુડિયા ડ્રાઈવરે પાંચ લોકો પર ચઢાવી દીધી SUV

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
VIDEO : મહારાષ્ટ્રમાં અમદાવાદ જેવો અકસ્માત, દારુડિયા ડ્રાઈવરે પાંચ લોકો પર ચઢાવી દીધી SUV 1 - image


Maharashtra SUV Car Accident : નશાની હાલતમાં વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મુકવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના બોપલ-આંબલી રોડ પર સોમવારે (25મી નવેમ્બર) સવારે ઓડીના કારચાલક રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડફેટે લીધા હતા. ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં સામે આવી છે. અહીં એક દારૂડીયા ડ્રાઈવરે બેફામ SUV હંકારી પાંચ લોકોને અડફેટે લીધા હોવાનો વીડિચો સામે આવ્યો છે.

ડ્રાઈવર દારુના નશામાં હતો

મળતા અહેવાલો મુજબ, આ ઘટના મહારાષ્ટ્રના અહિલ્યાનગર (Ahilyanagar) જિલ્લાના શ્રીગોંડા તાલુકામાં ભીડભાડ વાળા વિસ્તારમાં બની છે, જેમાં એક દારૂડીયા ડ્રાઈવરે પાંચ લોકો પર એસયુવી ચઢાવ્યા બાદ એક 29 વર્ષિય વ્યક્તિનું મોત નિપજ્યું છે. આરોપી ડ્રાઈવર કથિત રીતે દારુના નશામાં હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

અકસ્માતનો રૂંવાડા ઉભો કરતો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર SVU કારે પાંચ લોકોને અડફેટે લીધા હોવાના CCTV ફુટેજ પણ વાયરલ થયા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક એસયુવી કાર બેફામ ગતીએ આવીને ચાર રસ્તાની બાજુએ ઉભેલા લોકોને કડતી રહી છે. ચાર રસ્તા પર ધસમસતી આવી રહેલી કાર પહેલા બાઈક ચાલકને અડફેટે લે છે, પછી ચાર રસ્તા પાસે ઉભેલા ચાર લોકોને અડફેટે લેતી જોવા મળી રહી છે. આ દરમિયાન અફરાતફરી જોવા મળી રહી છે અને આસપાસના લોકો તુરંત SVU તરફ દોડી જાય છે. આ ઘટનામાં પાંચથી છ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો મળી છે, જ્યારે તેમાંથી એક વ્યક્તિને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી, એકનું મોત, અનેક ઘાયલ

પોલીસે એસયુવી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો

મળતા અહેવાલો મુજબ ઘટનાની જાણ થતાં જ  પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે એસયુવી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. ડ્રાઈવર નશામાં હતો કે નહીં, તેની તપાસ કરવા માટે તેના સેમ્પલો તપાસ માટે મોકલી દેવાયા છે. 

આ પણ વાંચો : અમદાવાદમાં ધોળા દિવસે નશેડી નબીરાનો આતંક, વાહનોને અડફેટે લીધા બાદ સિગારેટના કશ ખેંચ્યા


Google NewsGoogle News