મહારાષ્ટ્રની નવી કેબિનેટમાં 43 મંત્રી હશે, જાણો કોણ-કોણ લેશે શપથ, સંભવિતોની યાદી જુઓ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને અટકળોનો અંત આવ્યો છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જોકે, આ દરમિયાન નવી કેબિનેટમાં કોણ-કોણ મંત્રી બનશે તેની પણ સંભવિત યાદી સામે આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બર એટલે આવતી કાલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ માટે બે પ્રસ્તાવ છે. જેમાં પહેલો પ્રસ્તાવ છે કે, એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી હશે. 5 ડિસેમ્બરે ફક્ત આ ત્રણ લોકો જ શપથ લેશે. બીજો પ્રસ્તાવ છે કે, મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી તેમજ અમુક મંત્રી શપથ લેશે. આજે સાંજ સુધી નક્કી થઈ જશે કે, મહારાષ્ટ્રની નવી કેબિનેટ માટે કેટલાં લોકો શપથ લેશે. સૌથી મોટી ખબર છે કે, વિધાનસભા અધ્યક્ષ પદ અને વિધાન પરિષદનું સ્પીકર પદ ભાજપ પાસે રહેશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ એનસીપી અને ઉપસભાપતિ પદ શિંદે શિવસેના પાસે રહેશે. આજે 3:30 વાગ્યે મહાયુતિના નેતા રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
કેબિનેટનો સંભવિત ફોર્મ્યુલા
- ભાજપ- 21
- શિંદે શિવસેના- 12
- અજિત એનસીપી- 10
ભાજપના સંભવિત ચહેરા
- દેવેન્દ્ર ફડણવીસ- મુખ્યમંત્રી
- ચંદ્રશેખર બાવનકુલે
- ગિરીશ મહાજન
- રાધાકૃષ્ણ વિખે પાટીલ
- સુધીર મુનગંટીવાર
- રવિન્દ્ર ચૌહાણ
- નિતેશ રાણે
- શિવેન્દ્ર રાજે ભોંસલે
- જયકુમાર ગોરે
- જયકુમાર રાવલ
- ગોપીચંદ પડલકર
- અશોક ઉઇકે
- પંકજા મુંડે
- ચન્દ્રકાંત પાટીલ
- મોનિકા રાજલે
- વિદ્યા ઠાકુર/ સંજય ઉપાધ્યાય
- સ્નેહલ દુબે
આ પણ વાંચોઃ શિંદે સાથે દગો! ચૂંટણી પહેલાના વાયદાથી ભાજપ ફરી ગયાનો દાવો, શિંદે કઈ વાત પર નિઃશબ્દ થયા?
શિંદે શિવસેનાના સંભવિત ચહેરા
- એકનાથ શિંદે- નાયબ મુખ્યમંત્રી
- ઉદય સામંત
- શંભુરાજે દેસાઈ
- દીપક કેસરકર
- ભારત ગોગાવલે
- દાદા ભૂસે
- ગુલાબરાવ પાટીલ
- મંજુલા ગાવીત
- સંજય રાઠોડ
- સંજય શિરસાટ
અજિત પવાર એનસીપીના સંભવિત ચહેરા
- અજિત પવાર- નાયબ મુખ્યમંત્રી
- છગન ભુજબલ
- દિલીપ વલસે પાટીલ
- હસન મુશરીફ
- ધનંજય મુંડે
- અદિતિ તટકરે
- ધર્મરાવ બાબા આત્રામ
- સંજય બનસોડે
શપથ ગ્રહણની તુરંત બાદ થશે મંત્રીમંડળની બેઠક
આવતી કાલે શપથ ગ્રહણની તુરંત બાદ રાજ્ય મંત્રીમંડળની પહેલી બેઠક થશે અને વિધાનસભાના વિશેષ સત્રની તારીખ નક્કી કરી રાજ્યપાલને સૂચિત કરવામાં આવશે. 7 થી 9 ડિસેમ્બર સુધી વિશેષ સત્રનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે. ત્યારબાદ નાગપુરમાં સરકારનું પહેલું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે, જેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે. મંત્રીઓના કૉટેજ, મુખ્યમંત્રીનું નિવાસ સ્થાન, બંને નાયબ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન, દરેક જગ્યાએ રંગ રોગાન કામ પણ શરૂ થઈ ગયાં છે.