સુપ્રીમ કોર્ટ પર મહંત રાજુ દાસનું વિવાદિત નિવેદન, વિવાદ વચ્ચે કાવડિયાઓને આપી આવી સલાહ
Mahant Raju Das Disputed statement : અવારનવાર વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હનુમાનગઢીના મહંત રાજુ દાસે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આજે મંગળવારે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર નિવેદનનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં મંહતે જે લખ્યું છે, તેનો અહીં ઉલ્લેખ કરી શકાય તેમ નથી. વીડિયોમાં તેઓ કાવડ યાત્રીઓએ કેમ્પમાં જ ભોજન કે પ્રસાદ લેવાની અપીલ કરી રહ્યા છે. આ સાથે તેઓએ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા તેમજ મહિલાઓ સાથે થતા અભદ્રતાનો મુદ્દો ઉઠાવીને સુપ્રીમ કોર્ટેને તેમાથી બોધપાઠ લેવાની વાત કરી છે.
મહંત રાજુ દાસે વીડિયોમાં કાવડ યાત્રીઓને પણ સલાહ આપી
વીડિયોમાં મહંત રાજુ દાસે કહ્યું, 'સુપ્રીમ કોર્ટે દ્વારા કાવડયાત્રા પર શુક્રવાર સુધી તેમનો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકારને સ્થગિત કરવા કહ્યું છે. ત્યાર બાદ તેઓ સૂચના આપશે, પરંતુ બંધારણ પર અમને સૌને વિશ્વાસ છે. બંધારણીય પ્રક્રિયા છે, તેમાં કોઈ સમસ્યા નથી, જે પણ નિર્ણય લેવામાં આવે, પરંતુ કાવડ યાત્રાળુને વિનંતી છે, કે તમે જે પણ કેમ્પ હોય ત્યાં પ્રસાદ લો અને ભોજન કરો, કારણ કે, એક લાખથી વધુ વીડિયો આપણે લોકોએ જોયો છે, તે ક્યાંકને ક્યાંક સનાતન આસ્થાને ઠેસ પહોંચાડતા જોવા મળે છે. ગંદકી કરવી, ગટરમાંથી ફળો કાઢવા, તેમાં લઘુશંકા કરવી, ખાદ્ય ચીજવસ્તુઓમાં થૂંકવું વગેરે પ્રકારના વીડિયો જોયા છે. મુસ્લિમ સમુદાય આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે આપણે જોઈ છે. અને કાવડયાત્રીઓ શુદ્ધતા અને સ્વચ્છતાનું પાલન કરે છે. આ ઉપરાંત ડુંગળી અને લસણ પર બિલકુલ પ્રતિબંધિત છે, મેં જોયું છે કે કેટલીક જગ્યાએ હોટલના માલિકો મુસ્લિમ સમુદાયના છે, પરંતુ તેઓએ નામ હિન્દુઓના રાખ્યા છે. જેથી હું કાવડયાત્રાળુઓને વિનંતી કરું છું, કે જે પણ કેમ્પ લાગે છે તેમા ભોજન કરો. આ સાથે હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે, પશ્ચિમ બંગાળમાં લોકોની હત્યા કરવામાં આવી રહી છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરાઈ રહ્યો છે. ભલે તે પછી તે હિંદુ સમુદાયની મહિલા હોય કે મુસ્લિમ સમુદાયની હોય. સુપ્રીમ કોર્ટ કુંભ કર્ણની ઉંઘમાંથી જાગે અને તેના પરથી બોધ મેળવે.'
નોંધનીય છે કે, સોમવારે સુપ્રીમ કોર્ટે યોગી આદિત્યનાથ સરકારના ઉત્તર પ્રદેશમાં કાવડયાત્રા રૂટ પર હોટલ, ઢાબા, ફળ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા દુકાનદારો અને માલિકોનું નામ લખવાના આદેશ પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. કોર્ટે યુપી તેમજ એમપી અને ઉત્તરાખંડ સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે 26 જુલાઈ, શુક્રવારના રોજ આગામી સુનાવણી કરવામાં આવશે. આગામી સુનાવણી સુધી કોઈપણ રાજ્યમાં દુકાનદારોએ તેમના નામ અથવા તેમના સ્ટાફના નામ લખવાની જરૂર રહેશે નહીં.