Get The App

મહાકુંભ: યોગ ગુરૂ બાબા રામદેવની અપીલ, 'સાધુ-સંત CM યોગી પર ન કરે અભદ્ર ટિપ્પણી'

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
મહાકુંભ: યોગ ગુરૂ બાબા રામદેવની અપીલ, 'સાધુ-સંત CM યોગી પર ન કરે અભદ્ર ટિપ્પણી' 1 - image


Prayagraj Mahakumbh, Yoga Guru Baba Ramdev:  તાજેતરમાં જ પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યાની રાત્રે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં નાસભાગ મચતાં 30 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં વહીવટી તંત્ર તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર અભદ્ર પર ટિપ્પણીઓ થઈ હતી અને અનેક સવાલો ઉભા થયા હતા. જે બાદ આજે યોગ ગુરુ બાબા રામદેવે સંતો અને ઋષિઓને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર અભદ્ર ટિપ્પણીઓ ન કરવા માટે ખાસ અપીલ કરી છે. 

આ પણ વાંચો : દિલ્હીની રાજનીતિમાં હડકંપ! AAPમાંથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, MLA ઋતુરાજ ગુસ્સે થયા

યોગ ગુરુ સ્વામી રામદેવે શનિવારે અહીં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ઘણુ દુ:ખ થાય છે. અંદરના આત્માત્મા ખૂબ દુ:ખી થાય છે. આપણા કેટલાક સંતો અને ઋષિઓ યોગીજી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી રહ્યા છે.

સનાતનના મહિમા માટે સંતો કરી રહ્યા છે પુરુષાર્થ

રામદેવ બાબાએ કહ્યું કે, એક સંત પોતાના રાજધર્મની સાથે પોતાના સનાતન ધર્મનો મહિમા સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી તે કદાચ ત્રણ કે ચાર કલાકથી વધુ સૂતા  ન હતો. આવા તપસ્વી સંતો જે આપણા સનાતનનું ગૌરવ છે. નાથ પરંપરાની સાથે તેઓ રાષ્ટ્રનું ગૌરવ પણ છે.

ઝીરો ટોલરેસ સાથે કામ કરો

બાબા રામદેવે કહ્યું કે, વહીવટીતંત્ર શાસન અને વ્યવસ્થામાં ઝીરો ટોલરેસ સાથે કામ કરી રહ્યા છે. આવા મહાપુરુષ સારી વ્યવસ્થા કરી અને લાખો લોકોના સ્નાનનું ધ્યાન રાખ્યું છે. ભૂલ કોઈના પણ થઈ શકે છે. આટલી મોટી સિસ્ટમમાં ભૂલો થવાની શક્યતા રહે છે. તેમણે તાત્કાલિક પગલાં પણ લીધા છે. અમે પારદર્શિતા સાથે તપાસ પણ કરાવી રહ્યા છીએ. આવી સ્થિતિમાં સંતો અને ઋષિઓ દ્વારા યોગીજી પર સસ્તી ટિપ્પણીઓ અશોભનીય છે.

આ મામલે તપાસ ચાલી રહી છે

યોગ ગુરુએ કહ્યું કે, હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. દોષિતો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક લોકો કહેશે કે, સ્વામી રામદેવ યોગીજીના ગીતો ગાઈ રહ્યા છે. અમે કોઈ પાસેથી કોઈ બજેટ લીધું નથી. અમે સાધુ છીએ, એક સંતે બીજા સંતને સાથ આપવો જોઈએ. ત્યારે અમે સંતોને યોગીજી પર ટિપ્પણી ન કરવા માટે કહીશું. બાકીના રાજકારણીઓ અને શાસક અને વિપક્ષી પક્ષોએ ટિપ્પણી કરવાનું ચાલુ રાખે તેનાથી કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચો: કોલ્ડપ્લે સ્ટાર ક્રિસ માર્ટિન અને ડકોટાએ મહાકુંભમાં લગાવી ડૂબકી, વીડિયો વાઇરલ

સંતોએ કરી મુખ્યમંત્રીની પ્રશંસા

આ પહેલા એક કાર્યક્રમમાં જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું હતું કે, જ્યારથી ગોરક્ષ પીઠાધીશ્વર યોગીજીએ ઉત્તર પ્રદેશની કમાન પોતાના હાથમાં લીધી છે, ત્યારથી સનાતનનો સૂર્ય સમગ્ર વિશ્વને આલોકિક કરી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં સનાતન મૂલ્યો, યોગ, આયુર્વેદ અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે જે સ્વીકૃતિ અને માન્યતા પેદા થઈ છે, તે કદાચ પહેલાં નહોતી. વિશ્વમાં દરેક વ્યક્તિ સ્તબ્ધ અને આશ્ચર્યચકિત છે, અને સમગ્ર સનાતન જગત આ મહાકુંભ વિશે ઉત્સાહિત છે.


Google NewsGoogle News