Get The App

મહાકુંભ જવું મુશ્કેલ થયું, નાસભાગ બાદ પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ, બેરિકેડ્સ લગાવાયા

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
મહાકુંભ જવું મુશ્કેલ થયું, નાસભાગ બાદ પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ, બેરિકેડ્સ લગાવાયા 1 - image


Mahakumbh Stampede: પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 10થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હવે આ નાસભાગ બાદ મહાકુંભ જવું મુશ્કેલ થઈ ગયું છે. નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવે પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. પ્રયાગરાજ તરફ જતાં વાહનોને વિવિધ જિલ્લાઓમાં રોકવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ કરી દેવામાં આવી છે. બહારના જિલ્લાથી પ્રયાગરાજ તરફ જતાં રસ્તાઓ પર બેરિકેડ લગાવીને બ્લોક કરી દેવામાં આવ્યા છે. ભદોહી, સોનભદ્ર, મિર્ઝાપુર, કૌશાંબી, જૌનપુરમાં પોલીસ વહીવટી ટીમો પ્રયાગરાજ જતાં વાહનોને રોકી રહી છે અને તેમને પરત મોકલી રહી છે. વારાણસીથી પ્રયાગરાજ જતાં વાહનોને ભદોહીના બાબુરાસાઈમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી ગઈ છે. હાઇવેની એક બાજુ ટ્રાફિક જામ છે. વારાણસીમાં, પ્રયાગરાજ તરફ જતાં વાહનોને મિર્ઝામુરાદના રખુના ખાતે રિંગ રોડ પાસે રોકવામાં આવ્યા છે.

પ્રયાગરાજમાં ભારે ભીડના કારણે શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહ્યા

જૌનપુરથી વારાણસી જતાં વાહનોને બાબતપુર વિસ્તારમાં રોકીને પરત મોકલવામાં આવી રહ્યા છે. બાબતપુર ચોકી ઇન્ચાર્જ સત્યજીત સિંહે જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓના આદેશ પર પ્રયાગરાજમાં ભારે ભીડના કારણે શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહ્યા છે. જેના કારણે બાબતપુર ચાર રસ્તા પરથી પસાર થતા બાસની બારાગાંવ હાઈવે પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ છે. બીજી તરફ જૌનપુર-વારાણસી રોડ પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. વારાણસીમાં જ મિર્ઝામુરાદ ક્ષેત્રના ગુડિયા ગામ પાસે પણ પ્રયાગરાજ તરફ જતાં વાહનોને બેરિકેડિંગ કરીને રોકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 'સૈન્યના હવાલે કેમ ન કર્યો મહાકુંભ...' નાસભાગમાં શ્રદ્ધાળુઓના મોત થતાં રડી પડ્યાં મહામંડલેશ્વર પ્રેમાનંદ

કેવી રીતે નાસભાગ મચી? 

મહાકુંભમાં મધ્યરાત્રિએ શ્રદ્ધાળુઓની ભારે ભીડ સંગમ કિનારે ઉમટી હતી. આ દરમિયાન જ બેરિકેડનો એક હિસ્સો તૂટ્યો અને નાસભાગ મચી ગઈ. જોત જોતામાં સ્થિતિ બેકાબૂ થઈ અને લોકો બેફામ આમ-તેમ ભાગવા લાગ્યા. જેના લીધે અનેક લોકોની વસ્તુઓ નીચે પડી ગઈ અને જે લોકો વસ્તુઓ ઉપાડવા નમ્યા તે ભીડ નીચે કચડાઈ ગયા. ઘણાં લોકોએ બચવા પ્રયાસ કર્યો પણ કોઈ બચવાની જગ્યા ન મળી. બધા વિખેરાઈ ગયા. અનેક ઘાયલ પણ થયા છે. સ્થિતિ જ એવી હતી કે કોઈને ખબર ના પડી શકે ખરેખર શું થઈ રહ્યું છે.

આ પણ વાંચો: 'શ્રદ્ધાળુઓ કરતાં VIP પર વધુ ધ્યાન...', મહાકુંભમાં નાસભાગની ઘટના અંગે રાહુલે યોગી સરકારને ઘેરી


Google NewsGoogle News