Get The App

પ્રયાગરાજ જ નહીં પણ દેશમાં 3 જગ્યાએ મહાકુંભ યોજાય છે, જાણો કેટલાં વર્ષે થાય છે આયોજન

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
પ્રયાગરાજ જ નહીં પણ દેશમાં 3 જગ્યાએ મહાકુંભ યોજાય છે, જાણો કેટલાં વર્ષે થાય છે આયોજન 1 - image


Mahakumbh 2025: વર્ષો પહેલા અમૃતની શોધમાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. અમૃત નીકળ્યું પરંતુ તેને લઈને એ બે પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ થયું, જેમણે તેને મેળવવા માટે સખત મહેનત કરી હતી. તેમાં એક તરફ દેવતાઓ હતા અને બીજી તરફ દાનવો હતા. આવું પ્રથમ વખત બન્યું હતું જ્યારે બે અલગ અલગ સંસ્કૃતિ અને વિચારો ધરાવતા લોકો એક મોટા ધ્યેય માટે એકસાથે આવ્યા હતા. તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચ્યા પણ તેને હાંસલ ન કરી શક્યા. તેનું કારણ શુ? કારણ કે લક્ષ્ય અમૃત મેળવવાનો ગતો અને તેના પર માત્ર પોતાનો જ અધિકાર જીદ અને લાલચે તેને કોઈનું ન રહેવા દીધું. ત્યાં તેને મેળવવા માટે ઝપાઝપી થઈ અને આ ઝપાઝપીમાં અમૃત કળશમાંથી અમૃત ઘણી વખત છલકાયું અને જુદી જુદી જગ્યાએ જઈને પડ્યું.

શું છે મહાકુંભ?

મુખ્ય વાત એ છે કે અમૃતની શોધ આજે પણ ચાલુ જ છે. અમૃતની આ જ શોધ ભારતીય લોકોને એક સ્થાન પર એકસાથે લાવે છે. પવિત્ર નદીઓના વહેતા પાણીની આગળ બધાની અલગ-અલગ ઓળખ છુપાઈ જાય છે અને તેઓ માત્ર મનુષ્ય જ રહી જાય છે. પછી ગંગામાં કમર સુધી ઉતરીને ડુબકી લગાવીને એક ઝટકમાં ઉપર ઉઠેલા માટીના જીવંત પૂતળામાંથી માત્ર એક જ અવાજ આવે છે હર હર ગંગે, જય ગંગા મૈયા. ગંગા ઘાટ એ સ્થાન બની જાય છે જ્યાં સંસારનો સાગર મંથન થાય છે અને આ મંથનમાંથી એકતાની ભાવનાનું અમૃત મળે છે. જે આયોજન હેઠળ આ સમગ્ર પ્રક્રિયા થાય છે, તે મહાકુંભ કહેવાય છે. 

પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન

મહાકુંભ-2025નું આયોજન આ વખતે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થઈ રહ્યું છે. કુંભ મેળાનું આયોજન એ એક પ્રાચીન પરંપરા છે, જેનું આયોજન ભારતના ચાર પ્રમુખ તીર્થસ્થળો પર કરવામાં આવે છે. સવાલ એ છે કે આટલી મોટી ભીડ, આટલા મોટા મેળાવડા અને આધ્યાત્મિકતા અને આસ્થાના સંગમની આટલા દિવસોની આ તિથિ કેવી રીતે નક્કી થાઈ છે. આ ઉપરાંત, કુંભ કયા સ્થળે યોજાવા જઈ રહ્યો છે તે કેવી રીતે જાણી શકાય? આ બધા નિર્ણયો લેનાર કોણ છે?

આ સવાલોનો જવાબ ખગોળશાસ્ત્ર છે. કુંભ ક્યાં યોજાશે? આ નિર્ણય ખગોળશાસ્ત્ર, જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓના આધારે કરવામાં આવે છે. કુંભ મેળાનું આયોજન ચાર સ્થળોએ કરવામાં આવે છે.

પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)

હરિદ્વાર (ઉત્તરાખંડ)

ઉજ્જૈન (મધ્યપ્રદેશ)

નાસિક (મહારાષ્ટ્ર)

કેવી રીતે નક્કી થાય છે સ્થાન?

કુંભ મેળાનું સ્થાન નક્કી કરવામાં સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહોની સ્થિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય છે અને ગુરુ વૃષભ રાશિમાં હોય છે, ત્યારે કુંભ મેળો પ્રયાગરાજમાં યોજાય છે. બીજી તરફ જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે કુંભ મેળાનું આયોજન હરિદ્વારમાં કરવામાં આવે છે. આ સાથે જ જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય છે અને ગુરુ ગ્રહ પણ સિંહ રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળાનું આયોજન ઉજ્જેનમાં થાય છે. છેલ્લે જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય અને ગુરુ સિંહ રાશિમાં હોય કે કર્ક રાશિમાં હોય ત્યારે કુંભ મેળાનું આયોજન નાસિકમાં થાય છે. 

દરેક સ્થાને 12 વર્ષોના અંતરાળમાં થાય છે કુંભનું આયોજન

કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષના અંતરાળ પર કરવામાં આવે છે. દરેક સ્થાન 12 વર્ષમાં એકવાર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત અર્ધ કુંભ મેળો હરિદ્વાર અને પ્રયાગરાજમાં 6 વર્ષના અંતરાળમાં થાય છે. કુંભ મેળો સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે અમૃત કલશમાંથી અમૃતના થોડા ટીપા આ ચાર સ્થાનો પર પડ્યા હતા, જેના કારણે આ સ્થાનો પવિત્ર બની ગયા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા ફરી એકજૂટ થશે? જાણો મંદિરમાં કોણે કરી 'પ્રાર્થના', ઘણાની આવી જ ઇચ્છા

આ આયોજન માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઈતિહાસને પણ સમૃદ્ધ કરે છે. 12 વર્ષના અંતરાળમાં કુંભ મેળાનું આયોજન કરવાનું કારણ ખગોળશાસ્ત્રીય ગણતરીઓ અને હિંદુ જ્યોતિષ સાથે સંબંધિત છે. તેનો મુખ્ય આધાર સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહની સ્થિતિ છે. જ્યારે ગુરુ ગ્રહ મેષ અથવા સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય અને ચંદ્રની સ્થિતિ વિશેષ યોગ બનાવે છે, ત્યારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. 


Google NewsGoogle News