Get The App

અખિલેશના નેતાએ મહાકુંભ-CM યોગી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવી ભારે પડી, નોંધાઈ FIR

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
અખિલેશના નેતાએ મહાકુંભ-CM યોગી અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવી ભારે પડી, નોંધાઈ FIR 1 - image


Maha Kumbh 2025 : અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુલ્તાન બેગે (Sultan Beg) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહાકુંભ-2025 અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવી ભારે પડી છે. ભાજપ સાથે સંકળાયેલા વીરપાલ સિંહે તેમના વિરુદ્ધ બરેલીની શેરગઢ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

સમાજવાદી પાર્ટીના નેતા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ FIR નોંધાઈ

મીડિયા અહેવાલો મુજબ, સર્કલ ઓફિસર અરૂણ કુમાર સિંહે કહ્યું કે, સપાના નેતા સુલ્તાન બેગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353 (જાહેરમાં તોફાની નિવેદન), ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 (કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવાના હેતુથી ઈરાદાપૂર્વકનું જાણીજોઈને અથવા દુર્ભાવનાપૂર્ણ કૃત્ય) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મહાકુંભની શિબિરમાં લાગેલી આગ ષડયંત્ર હતું? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આપી પહેલી પ્રતિક્રિયા

સુલ્તાન બેગનો વીડિયો વાયરલ થયા બાદ નોંધાઈ ફરિયાદ

સોશિયલ મીડિયા પર સુલ્તાન બેગનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Uttar Pradesh CM Yogi Adityanath)ની ટીકા કરતા તેમજ આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે. તેમાં તેઓ બોલી રહ્યા છે કે, પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભને સ્માશાનમાં બદલી નાખ્યો છે. તેઓ એવો પણ દાવો કરતા જોવા મળી રહ્યા છે કે, સરકારની બેદરકારી તેમજ ગેરવહીવટના કારણે મહાકુંભમાં આગ અને નાસભાગની ઘટના બની છે, જેના કારણે અનેક લોકોના મોત થયા છે.’

સપા નેતાઓ મહાકુંભના આયોજન પર ઉઠાવ્યા સવાલ

વહિવટી તંત્ર મહાકુંભમાં જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં નિર્ણય ગયું છે, જેના કારણે સંતોમાં અસંતોષ ફેલાયો છે. સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ની સરકારમાં પણ કુંભ યોજાયો હતો, તે વખતે કુંભની જવાબદારી મોહમ્મદ આજમ ખા પર હતી, છતાં આવી કોઈપણ ઘટના બની ન હતી.’

સર્કલ ઓફિસર અરૂણ કુમાર સિંહે કહ્યું કે, ‘વાયરલ વીડિયો ધ્યાને આવ્યા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પુરાવાના આધારે આગળી કાર્યવાહી કરવામાં આવશે.’ બીજીતરફ સપા નેતાઓ ફરિયાદ અંગે હાલ કોઈપણ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો : ‘નોકરી છોડો અથવા ટ્રાન્સફર કરાવો’ તિરુપતિ મંદિરના 18 બિન-હિન્દુ કર્મીઓને ટ્રસ્ટનો આદેશ


Google NewsGoogle News