મહાકુંભમાં 'કાંટે વાલે બાબા' ને જોઈ ચોંક્યા ભક્તો, 50 વર્ષથી કાંટાના ઢગલા પર કરે છે તપસ્યા?
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓનો જમાવડો છે. અહીં આસ્થાના અલગ-અલગ અનોખા રૂપ જોવા મળી રહ્યા છે. સ્પ્લેન્ડર બાબાથી લઈને IITian બાબા ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા હતાં. આ દરમિયાન હવે 'કાંટે વાલા બાબા' ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. તેમનું નામ રમેશ કુમાર માંઝી છે અને સાધના કરવા માટે પોતાના અનોખા અંદાજના કારણે મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.
કાંટાની પથારી પર કરે છે સાધના
આ બાબા કાંટાની પથારી પર જ સાધના કરે છે અને તેથી જ તેમને 'કાંટે વાલે બાબા' નું નામ આપવામાં આવ્યું છે. તેઓ ગત 50 વર્ષોથી દર વર્ષે આ પ્રકારે સાધના કરે છે અને તેમનું કહેવું છે કે, 'આ કાંટાથી તેમને નુકસાન નથી થતું. હું ગુરૂની સેવા કરૂ છું. ગુરૂએ અમને જ્ઞાન આપ્યું, આશીર્વાદ આપ્યા. હવે તમામ ભગવાનની મહિમા છે, જે આવું કરવામાં મદદ કરે છે. હું છેલ્લાં 40 થી 50 વર્ષોથી આવું કરી રહ્યો છું.'
આ પણ વાંચોઃ મહાકુંભમાં ઠંડીને કહેર, સ્નાન બાદ નેતા-સંત સહિત ત્રણના મોત, ત્રણ હજારથી વધુ લોકો બીમાર
બાબાના જણાવ્યા અનુસાર, તેઓ ઉજ્જૈન, હરિદ્વાર, નાસિક અને ગંગાસાગર પણ જાય છે અને કાંટાની પથારી પર સૂવાથી તેઓને ફાયદો પણ થાય છે. આ વિશે બાબાએ વધુમાં જણાવ્યું કે, 'હું આવું એટલા માટે કરૂ છું, કારણ કે તેનાથી મને શારીરિક લાભ થાય છે. તેનાથી મને કોઈ તકલીફ નથી થતી. મને દિવસભર હજાર રૂપિયા મળી જાય છે. જે દક્ષિણા મળશે તેનો અડધો ભાગ જન્માષ્ટમીમાં દાન કરી દઇશ અને બાકીથી પોતાનો ખર્ચ પૂરો કરીશ.'
આ પણ વાંચોઃ સરકાર સનાતન બોર્ડ બનાવે અથવા વક્ફ બોર્ડ ખતમ કરે, મહાકુંભમાં અગ્નિ અખાડાના સચિવનું નિવેદન
દેશ-વિદેશથી આવ્યા સંત-મહંતો
આ દરમિયાન બુધવારે સાંજે પ્રયાગરાજના અરૈલ ટેન્ટ સિટીમાં 10 દેશોના 21 સભ્ય પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું. પ્રતિનિધિમંડળ આજે સંગમ તટ પર પવિત્ર સ્નાન કરશે. આ સમૂહમાં ફિઝી, ફિનલેન્ડ, ગુયાના, મલેશિયા, મૉરીશસ, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ત્રિનિદાદ અને ટોબૈગો તેમજ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ના પ્રતિનિધિ સામેલ છે. પોતાની યાત્રા દરમિયાન આ પ્રતિનિધિમંડળ પ્રયાગરાજની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને જાણવા માટે હેરિટેજ વૉકમાં પણ ભાગ લેશે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.