Get The App

મહાકુંભ વાળા દાદી પોતાની વાતથી પલટી ગયા, કહ્યું- 'એ તો હું એમ જ બોલી ગઈ હતી', વાયરલ થયો હતો વીડિયો

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
મહાકુંભ વાળા દાદી પોતાની વાતથી પલટી ગયા, કહ્યું- 'એ તો હું એમ જ બોલી ગઈ હતી', વાયરલ થયો હતો વીડિયો 1 - image


Mahakumbh 2025: બિહારના વૈશાલીની દેવરાજ દેવી જેમનો કુંભમાં વિખૂટા પડ્યાનો વીડિયો વાયરલ થયો હતો. પરંતુ હવે તેઓ પોતાના નિવેદનથી પલટી ગયા છે. તેમના પૌત્ર ગોલૂ તરફથી જાહેર કરાયેલા નવા વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ ખુદ જ ગામની મહિલાઓ સાથે કુંભ મેળામાં આવ્યા હતા. વિખૂટા પડ્યા બાદ તેમને કંઈ સમજ ન આવ્યું. તેમણે પહેલા જે નિવેદન આપ્યું હતું તે માત્ર એમ જ બોલી નાખ્યું હતું. હવે તેઓ પોતાના ઘરે પરત આવી ગયા છે અને તેમને કોઈ તકલીફ નથી.

મહાકુંભથી શરૂ થયો હતો સમગ્ર મામલો

અહીં સમગ્ર મામલો પ્રયાગરાજના મહાકુંભથી શરૂ થયો. એક વીડિયોમાં દેવરાજ દેવીએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો તેમને કુંભ મેળામાં લાવ્યો હતો અને છોડીને ચાલ્યો ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો વૈશાલીના રાધોપુર, વીરપુર સ્થિત તેમના પરિવાર સુધી પહોંચ્યો. ત્યારબાદ તેમને પૌત્ર ગોલૂ કુમાર પ્રયાગરાજ પહોંચ્યા અને તેમને પરત ઘરે લઈ આવ્યા.

દાદીનો જૂનો વીડિયો

આ પણ વાંચો: મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો, 25 ટકા લોકોએ કેન્સલ કરાવ્યું બુકિંગ

'પૂછ્યા વગર ઘરેથી કુંભમાં આવી ગયા હતા દાદી મા'

આ દરમિયાન ગોલૂએ પોતાની દાદીનો એક નવો વીડિયો બનાવ્યો છે. જેમાં દેવરાજ દેવી પોતાની કહાનીનું બીજું પાસું બતાવ્યું. ગોલૂએ તેમને પૂછ્યું કે, 'તમે કોની સાથે કુંભ મેળામાં આવ્યા હતા?' જેના પર દેવરાજ દેવીએ જણાવ્યું કે, 'તેઓ કોઈને કહ્યાં વગર ઘરેથી નિકળી ગયા હતા. મને પાડોશીએ કહ્યું હતું કે, આવવું છે કુંભમાં તો ચાલો. એટલા માટે હું ચાલી આવી હતી. ઘરમાં કોઈને કંઈ જણાવ્યું ન હતું.'

'કુંભમાં આવીને ભટકી ગઈ હતી'

દાદીએ કહ્યું કે, 'કુંભ મેળામાં આવીને હું રસ્તો ભૂલી ગઈ. અહીં કંઈ પણ સમજમાં ન આવ્યું.' તેમણે વર્દીધારી લોકોનો પણ ઉલ્લેખ કર્યો. દેવરાજ દેવીએ કહ્યું કે, 'આ વર્દી પહેરેલા લોકો હતા. તેઓ તેમને લઈ ગયા. ત્યાં કંઈ પણ સમજમાં નહોતું આવી રહ્યું.'

આ પણ વાંચો: મહાકુંભમાં સાધુ અને પોલીસ વચ્ચે ચકમક, 4 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં વાહનો એન્ટ્રી બંધ

પહેલા વીડિયોમાં આપેલા નિવેદન અંગે દેવરાજ દેવીએ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે, 'વીડિયોમાં જે તેઓ બોલ્યા છે કે દીકરો લાવ્યો હતો અને હાથ બાંધીને છોડી દીધા હતા, એવું જ બોલ્યા હતા. હવે તેઓ પોતાના ઘરે સુરક્ષિત આવી ગયા છે. કોઈ તકલીફ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો પણ સંતુષ્ટ છે, કારણ કે પહેલા તો તેમના ઘરવાળાની ટિકા કરતા હતા.'

મનો વૈજ્ઞાનિકોના અનુસાર, આ ઉંમરમાં જીદ પૂરી ન થાય તો વૃદ્ધો અનેક વાતો બનાવી નાખે છે. આ મામલો પણ કંઈક એવો જ લાગી રહ્યો છે, કદાચ ઘરવાળા દાદીની ઉંમર અને ભાગદોડ કાંડ બાત તેમને મહાકુંભ માટે પ્રયાગરાજ નહોતા જવા દઈ રહ્યા, કદાચ એ જ નારાજગીના કારણે તેમણે આવું કર્યું.



Google NewsGoogle News